મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા યુવાનનો મચ્છુ-૩ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ વિજયનગરમાં રહેતો રવિભાઈ કુંવરજીભાઈ ગોધરીયા (૩૫) નામના યુવાનનો ગઈકાલે રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં મોરબી નજીકના મચ્છુ-૩ ડેમના પાણીમાંથી ડેડબોડી મળી આવી હતી જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીક નવરચના સ્ટોન પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ઇજા પામેલ દેવજીભાઈ લાટુભાઈ વાઘેલા (૨૫) રહે. ધ્રોલ વાળાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જે બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા નોંધ કરીને તપાસ કરાવી હતી






Latest News