મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદની કવાડિયા ચોકડી પાસેથી દારૂ-બીયર સાથે બે શખ્સની ધરપકડ


SHARE









હળવદની કવાડિયા ચોકડી પાસેથી દારૂ-બીયર સાથે બે શખ્સની ધરપકડ

હળવદની કવાડિયા ચોકડી પાસેથી બે શખ્સ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને પોલીસે રોકીને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ અને એક બીયર મળી આવતા પોલીસે બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કુલ મળીને ૧૧,૪૦૦ નો મુદામાલ કબજે કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદની કવાડિયા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ અને બિયરનું એક ટીન મળી આવ્યું હતું જેથી કરીને દારૂ અને બિયર તેમજ ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૧,૪૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે મહેશભાઈ કાળુભાઈ વરૂ જાતે ભરવાડ (૨૮) રહે. ગોપાલ ચોક સાધુ વાસવાણી રોડ રાજકોટ અને જીતુભાઈ પુનમભાઈ વકાતર જાતે ભરવાડ (૨૫) રહે વિરેન્દ્રગઢ તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂ અને બીયર ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

રીક્ષા-બાઈક અકસ્માતમાં યુવાનને ઇજા

મોરબીના ઘુંટું ગામે આવેલ ઉમા રેસીડેન્સી વિસ્તારમાં રહેતા આદિત્ય સુનિલભાઈ ચૌહાણ નામના ૨૪ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તે મહેન્દ્રનગરથી ઘુંટુ તરફ જતો હતો ત્યારે હરિઓમ પાર્કના ગેઇટ પાસે તેના બાઇકને કોઈ રીક્ષા ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ હાલતમાં તેને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરાઈ હતી




Latest News