મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

અમદાવાદ ખાતેથી યુવતીનું અપહરણ કરનાર શખ્સ યુવતી સાથે મોરબીના વનાળીયા ગામેથી પકડાયો


SHARE









અમદાવાદ ખાતેથી યુવતીનું અપહરણ કરનાર શખ્સ યુવતી સાથે મોરબીના વનાળીયા ગામેથી પકડાયો

મોરબીના વનાળીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતા ઇસમની અમદાવાદ પોલીસ દ્વારા શકમંદ તરીકે અટકાયત કરવામાં આવી છે અને હાલ તપાસના કામે તેને સાથે અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.ત્યાં તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના બનાવમાં ભોગ બનનાર યુવતીની સાથે તે હાલ મોરબીમાંથી મળી આવ્યો હોય તેને આગળની તપાસ માટે અમદાવાદ લઈ જવા આવ્યો છે.આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના વનાળીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા અને મૂળ વડોદરાના રહેવાસી સંજયભાઈ નટુભાઈ નાયર (ઉમર ૧૯) ની અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ દ્વારા શકમંદ તરીકે હસ્તગત કરવામાં આવ્યો હતો અને તેની સાથે ભોગ બનનાર યુવતી પણ મળી આવી હોય ત્યાં તેઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસની તપાસ માટે હાલ સંજય નટુભાઈ નાયર નામના શખ્સને તથા તેની સાથે મળી આવેલ યુવતીને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

આધેડ મહિલા સારવારમાં

ટંકારાના હરિઓમનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન નરેન્દ્રભાઈ ભાડેજા નામની ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રમીલાબેનનો લગ્નગાળો ૨૫ વર્ષનો છે અને ટંકારાના હરિઓમનગર વિસ્તારમાં તેઓ રહે છે જ્યાં તેઓએ તેઓના ઘરે ફીનાઇલ, કેરોસીન તથા અન્ય કોઈ દવાઓ મિક્સ કરીને પી લીધી હોય તેઓને સારવાર માટે અત્રેની સત્યમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવની આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.જયારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે થયેલ મારામારીના બનાવમાં સિહોરના રહેવાસી રીટાબેન બકુલભાઈ મજેડીયા નામના ૫૦ વર્ષીય મહિલાને ઇજાઓ થતા મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી હંસાબેન સુરેશભાઈ કાલરીયા નામના ૫૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા વૈદેહી પ્લાઝા નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પામતા હંસાબેન કાલરીયાને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કિશનલાલ નામના ૩૬ વર્ષના યુવાનને મોરબીના જેલ રોડ ઉપરથી બાઈક લઈને જતા સમયે વાંકાનેર દરવાજા પાસે બાઇક સ્લીફ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.

ટ્રેન અકસ્માતમાં ઇજા

હળવદના રહેવાસી ખીમુભાઈ કાલાભાઈ ચૌહાણ નામના ૩૫ વર્ષના યુવાનને ટીકરના રેલ્વે ફાટક પાસે ટ્રેન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારમાં હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.




Latest News