મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વૃદ્ધ દંપતીને માર મારીને કરવામાં આવેલ લૂંટના ગુનામાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર !


SHARE









મોરબી જીલ્લામાં વૃદ્ધ દંપતીને માર મારીને કરવામાં આવેલ લૂંટના ગુનામાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર !

મોરબી જીલ્લામાં હત્યાનો પ્રયાસ, હત્યા, લૂંટ અને લૂંટનો પ્રયાસ ચોરી વિગેરે જેવા ગુના ઘણા બને છે તેમાંથી કેટલા ગુનાના ભેદ ઉલેકતા નથી તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે આવેલ સરદારનગરમાં રહેતા વુદ્ધ દંપતીના ઘરમાં રાત્રિના સમયે ચાર અજાણ્યા શખ્સો થોડા દિવસો પહેલા ઘૂસી ગયા હતા અને વૃદ્ધ દંપતિને માર મારીને તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ વૃદ્ધાએ ફરિયાદ નોંધાવેલ છે તેને આજે ૧૮ દિવસ થઈ ગયા છે તો પણ લૂંટના ગુનામાં આરોપી પકાયેલ નથી અને પોલીસને આરોપીઓ સુધી પહોચવા માટેની કોઈ મહત્વની કડી પણ મળેલ નથી

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામ પાસે સરદારનગરમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણી (૬૬) અને તેના પત્ની જશુબેન મગનભાઇ સુરાણી (૬૧) ફેબ્રુઆરી તા ૪ ને રવિવારે રાતના સમયે ઘરમાં હતા દરમિયાન રાત્રીના ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચાર શખ્સો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને મગનભાઈના પત્ની રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં બાથરૂમ કરવા માટે થઈને પોતાના ઘરમાં આવેલ બાથરૂમમાં ગયા હતા અને ત્યાંથી તે પરત પોતાના ઘરમાં જતા હતા ત્યારે ઘરમાં ઘૂસી આવેલા અજાણ્યા શખ્સોએ તેમને ધક્કો મારીને ઓસરીમાં પાડી દીધા હતા અને ઘરમાં ઘુસીને લુંટ કરી હતી જે બનાવની ભોગ બનેલ જશુબેન મગનભાઇ સુરાણીએ ચાર અજાણ્યા શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી

જેમાં જણાવ્યુ હતું કે, જે અજાણ્યા શખ્સો ઘરમાં આવી ગયા હતા તેને ત્યાં સૂતેલા મગનભાઈ સુરાણીને માથા અને કાનના ભાગે લાકડાનો ધોકો મારીને ઇજા કરી હતી તેમજ તેઓના પત્નીને ડરાવ્યા ધમકાવ્યા હતા અને તેઓએ કાનમાં પહેરેલા સોનાના બૂટિયા તેમજ કબાટમાં રાખેલા સાત જોડી ચાંદીના સંકળા તથા ૫૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરી હતી ત્યાર બાદ આ શખ્સો ત્યાંથી ૪૫,૦૦૦ થી વધૂનો મુદામાલ લઇને નાસી ગયેલ છે આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવેલ હતી અને ડોગ સ્કવોડ પીપળીયા ચોકડી સુધી આવી હતી તેવી માહિતી જે તે સમયે સામે આવી હતી જો કે, ઘરમાં સુધીને લુંટ કરીને નાસી ગયેલ ચારેય શખ્સો હજુ સુધી પકડાયેલ નથી અને કયારે પકડાશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે 

અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લામાં ચોરી અને ચોરીનો પ્રયાસ, લૂંટ અને લૂંટનો પ્રયાસ, ધાડ અને ધાડનો પ્રયાસ,  હત્યા અને હત્યાનો પ્રયાસ, જુગાર, નસીલા પદાર્થોનું વેચાણ વિગેરે જેવી પ્રવૃતિઓ અને ગુના અવારનવાર સામે આવે છે જેથી પોલીસની પેટ્રોલિંગ સહિતની કામગીરી સામે સવાલો ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં ૧૮ દિવસ પહેલા સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામ પાસે સરદારનગરમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરને ઘૂસીને અજાણ્યા ચાર શખ્સો દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે તે આરોપી ક્યારે પકડાશે તે કહેવું પણ મુશ્કેલ છે કેમ કે, આરોપી સુધી પહોચવાની કોઈ નક્કર કડી પણ આજ દિવસ સુધી પોલીસને મળી નથી




Latest News