મોરબીમાં પતિ સાથેના ઘર કંકાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી
મોરબી નજીક અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર પોલીસની બોલેરો ગાડીના ચાલકની ધરપકડ
SHARE
મોરબી નજીક અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર પોલીસની બોલેરો ગાડીના ચાલકની ધરપકડ
મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ માર્કો વિલેજ સોસાયટી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડને પોલીસની બોલેરો ગાડીએ હડફેટે લીધા હતા જેથી કરીને તેને સારવાર માટે હોસેપિટલે લઇને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ જેની આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે પોલીસની બોલેરો ગાડીના ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના પીપળી ગામની હદમાં આવતી હળવદ રોડ ઉપર ની માર્કો વિલેજ સોસાયટીમાં રહેતા ધવલભાઇ હીરાભાઈ રજોડીયા (૨૪) એ થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસની બોલેરો ગાડી નંબર જીજે ૧૮જીબી ૫૫૮૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૧૬/૨ ના રોજ સવારે ૯;૦૦ વાગ્યાના અરસામાં તેના પિતા હીરાભાઈ રજોડીયા પોતાનું બાઈક નંબર જીજે ૩ બીજે ૮૫૦૫ લઈને માર્કો વિલેજ સોસાયટી ખાતે આવેલ દુકાનેથી મોરબી તરફ જવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે મોરબી તરફથી આવતી પોલીસની બોલેરો ગાડીના ચાલકે આગળના ભાગમાં જતી ફોર વ્હીલ ગાડી નો ઓવરટેક કરવા જતાં ફરિયાદીના પિતાના બાઈકને હડફેટે લીધુ હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીના પિતા ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તેમજ પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનુ મોત નીપજયુ હતું જે ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ.ગઢવી અને તેના રાઇટર વાસુદેવભાઈ સોનાગ્રા દ્વારા પોલીસની બોલેરો ગાડીના ચાલક પોલીસ કોન્સટેબલ આરોપી દીપકભાઈ મલૂભાઇ રંગાડીયા જાતે દલવાડી (૪૮) રહે. તાલુકા પોલીસ લાઇન મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
માર માર્યો
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા રાજુભાઈ લાલાભાઇ સોલંકી (૮) નામના બાળકને કોઈ અજાણ્ય વ્યક્તિએ માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મહેશભાઈ ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા સવિતાબેન સવજીભાઈ ગાંભવા (૬૮) નામના વૃદ્ધા આમરણ ગામે મેઇન રોડ ઉપર છકડો રીક્ષામાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે રિક્ષામાંથી નીચે પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે