મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કારમાંથી ૨૧૫ દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ


SHARE













મોરબીના રવાપર ગામે કારમાંથી ૨૧૫ દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના રવાપર ગામે આવેલ શિવ શકિત સોસાયટીમાં બ્રેઝા કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની ૨૧૫ બોટલો કારમાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪,૯૭,૮૦૫ નો મુદામાલ કબજે કરેલ છે અને એક શખ્સની ધરપકડ કરેલ છે તેમજ માલ આપનારનું નામ પણ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શિવ શકિત સોસાયટીમાં બ્રેઝા કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતા વિપુલભાઇ નરસંગભાઇ બાલાસરા જાતે આહીર (ઉમર ૩૪) ની બ્રેઝા કાર નંબર જીજે ૩૬ એલ ૩૧૨૦ ને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની સીલપેક કુલ ૨૧૫ બોટલો મળી આવી હતી જેથી કરીને રૂા.૯૨,૮૦૫ નો દારૂ, ચાર લાખની કિંમતની કાર અને રૂા.૫૦૦૦ ની.કિંમતનો એક  ફોન આમ કુલ મળીને રૂા.૪,૯૭,૮૦૫ નો મુદામાલ કબ્જે કરીને બુટલેગર વિપુલભાઈ નરસંગભાઈ બાલાસરાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ માલ તેણે દેવજીભાઇ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર રહે.હાલ મોરબી વાવડી રોડ, કબીર આશ્રમ પાસે મુળ રહે.રાજકોટ વાળાએ આપેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને શખ્સોની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને દારૂનો જથ્થો આપનારા શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબી નજીકના મકનસર ગામે રેલ્વે ફાટક પાસે રહેતા ગીતાબેન હરિભાઈ પરમાર (ઉમર ૪૦) એ થોડા દિવસ પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ વાલજીભાઈ પરમાર રહે.જુના મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતુ કે તેમનો દીકરો ભાવેશ બે થી ત્રણ વર્ષ પહેલા સામાવાળા પ્રકાશભાઈ વાલજીભાઈ પરમારના મિત્ર હેમંતનું બાઈક લઈને ગયો હતો.ત્યારે બાઈકનું એક્સીડન્ટ થયું હતું અને બાઇકમાં નુકસાની થઈ હતી જે નુકસાનીનો ખર્ચ હેમંતભાઈએ માગ્યો ન હતો અને તે અહીંયા હાલમાં રહેતા પણ નથી તેમ છતાં પણ અકસ્માતના ખર્ચના પૈસા માંગીને પ્રકાશભાઈએ ભાવેશભાઈ સાથે સાથે ઝઘડો કરીને ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો.તેમજ ભાવેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત ભાવેશને સારવાર માટે હોસ્પિટલએ લઈ ગયા હતા.ગીતાબેન પરમારે નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો જેની તપાસ પીએસઆઇ ડી.ડી.જોગલાને સોંપાયેલ હોય તેઓએ મારામારીના ઉપરોકત બનાવમાં પ્રકાશ વાલજીભાઈ પરમાર (ઉમર ૨૪) રહે. જુના મકનસર તાલુકો જીલ્લો મોરબી ની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

આધેડ સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા કાંતિભાઈ શામજીભાઈ કાંજિયા નામના ૫૦ વર્ષીય આધેડને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓએ તેમના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હોવાથી તેઓને સારવાર માટે અહિં લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જોકે આ બનાવ વાંકાનેર પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.જ્યારે કચ્છના રાપર પાસે આવેલ નાની રવ ગામે રહેતા કાનજીભાઈ મહાદેવભાઇ કોળી નામની વ્યક્તિએ પણ દવા પી લીધી હોય તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે પણ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે રાપર(કચ્છ) પોલીસને જાણ કરી હતી

 

ટંકારાના નસીતપર ગામે ઢોલરાના પ્રખ્યાત રામામંડળનું અયોજન

ટંકારા તાલુકાના નસીતપર ગામે તા.૨૪ ના રોજ ઢોલરાનું પ્રખ્યાત રામામંડળનું ભવ્ય અયોજન કરેલ છે. અને તા. ૨૪ ને શનીવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામમાં પંચાયત ગ્રાઉન્ડ ખાતે ઢોલરાનું પ્રખ્યાત રામદેવરા રામામંડળનું ભવ્ય અયોજન કરેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને ગણેશભાઈ સવજીભાઈ કુંડારિયા દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News