હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે જતાં બે મિત્રોના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત


SHARE













વાંકાનેરમાં બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે જતાં બે મિત્રોના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત

વાંકાનેરમાં પુલ ઉપરથી બે યુવાન બાઈક લઈને વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને બંને યુવાનોને ઇજાઓ થઈ હતી અને તે યુવાનોને સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતો આકાશ રણછોડભાઈ સારલા (૧૯) અને અજય હર્ષદભાઈ દલસાણીયા (૨૨) નામના બે યુવાનો બાઇક લઈને ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે થઈને પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને આકાશ અને અજય બંને યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ આવ્યા હતા જો કે, આકાશને માથામાં વધુ ઈજા હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આકાશ મજૂરી કામ કરતો હતો અને ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો તેવી માહિતી જાણવા મળેલ છે હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યશ પોલીપેક નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સોનુભાઈ પીરમીભાઈ આંકે (૨૫) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે ફટકાતા તેને ઇજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

આધેડ સારવારમાં

કચ્છના ગાંધીધામ ખાતે રહેતા મંગલ જેઠાભાઇ પરમાર (૫૩) નામના આધેડ મોરબીના જુના એસટી ડેપો પાસે પડી ગયા હતા જેથી તેઓને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે






Latest News