મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા-વનાળીયામાં પાણીનો પ્રશ્ન ઉકેલવા પાઇપ લાઇનનું લીકેજ તાત્કાલિક રીપેર કરાયું


SHARE









માળીયા-વનાળીયામાં પાણીનો પ્રશ્ન ઉકેલવા પાઇપ લાઇનનું લીકેજ તાત્કાલિક રીપેર કરાયું

માળીયા-વનાળીયામાં પીવાનું પાણી આપવા માટે જે પાણીની લાઇન પથારવામાં આવેલ છે તે લાઇન લીકેજ થવાના લીધે પાણી આવતું ન હતી અને સરપંચ સહિતનાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જે બાબતે અધિકારી અને પદાધિકારી પાસેથી જાણવા મળેલ છે કે, મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ સાથે ગ્રામ પંચાયત, વાસ્મો કચેરીના પ્રતિનિધિની હાજરીમાં બેઠક કરી હતી અને પાણીના પ્રશ્નનું નિરાકરણ આવેલ છે અને ભવિષ્યમાં ત્યાં પાણીના સ્ટોરેજ માટે ભૂગર્ભ સંપની કામગીરી કરવાની છે તેના માટે જરૂરી લોકફાળો ગ્રામ પંચાયત દ્વારા વાસમો કચેરી ખાતે જમા કરાવવામાં આવશે ત્યાર પછી આગળની કાર્યવાહી કરાશે

માળિયા-વનાળીયા ગ્રામ પંચાયત હાલમાં બે વર્ષ પહેલા જ ત્રાજપર ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થયેલ છે. અને માળિયા-વનાળીયા ગ્રામ પંચાયતની હાલની વસ્તી ૬૦૦૦ જેટલી છે આ વિસ્તારમાં પહેલા ત્રાજપર ગ્રામ પંચાયત હસ્તક પાઈપ લાઈનની મરામત અને નિભાવણી થતી હતી. જે હાલ માળિયા-વનાળીયા ગ્રામ પંચાયત છે અને માળિયા-વનાળીયા ગામને હાલમાં નઝરબાગ હેડ વર્કસથી લાલપર ગામ તરફ જતી જૂથ યોજનાની હયાત પાઇપ લાઇનમાંથી ૧૬૦ મીમી વ્યાસની બ્રાંચ પીવીસી પાઇપલાઇન મારફત પાણી ૧૫ કલાક આપવામાં આવે છે અને  આશરે ૮૦,૦૦૦ લીટર પાણી પુરવઠો દૈનિક પૂરો પાડવામાં આવે છે. અને આ બ્રાંચ પાઈપ લાઈનની મરામત અને નિભાવણી માળિયા-વનાળીયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. હાલમાં ગામમાં સ્ટોરેજની કોઈ વ્યવસ્થા ન હોય પાણી ડાયરેક્ટ ઘરે ઘરે પાણી વિતરણ કરવામાં આવે છે. અને આ માળિયા-વનાળીયા ગ્રામ પંચાયત હસ્તકની પાઇપલાઇન વિન્ટેજ ફેક્ટરી પાસે ગત તા.૨૨/૨/૨૦૨૪ ના રોજ બપોરે લીકેજ થયેલ હતી જેથી ગ્રામ પંચાયતનો પાણી પુરવઠો બંધ થયેલ હતો. જે લીકેજની કામગીરી મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પૂર્ણ કરવા ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવેલ છે. વધુમાં જણાવ્યૂ છે કે, માળિયા-વનાળીયા ગામમાં નવા બનાવવામાં આવનાર ભૂગર્ભ સંપની કામગીરી હાલમાં વાસ્મો કચેરી મોરબી હસ્તક છે. તથા વાસમો કચેરી ખાતે જરૂરી લોકફાળો ગ્રામ પંચાયત દ્વારા જમા કર્યેથી આગળની ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને તા.૨૩/૨/૨૦૨૪ નાં રોજ મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ સાથે બેઠક કરી ગ્રામ પંચાયત, વાસ્મો કચેરીના પ્રતિનિધિની હાજરીમાં બેઠક કરી હતી અને પ્રશ્નનું નિરાકરણ આવેલ છે 






Latest News