ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી વાવડી રોડે શ્રીજી સોસાયટી દારૂનું કટીંગ સમયે દારૂની રેડ: દારૂની નાની-મોટી ૧૫૦૦ બોટલ સાથે ૨૨.૬૫ લાખનો મુદામાલ કબજે


SHARE













મોરબી વાવડી રોડ, શ્રીજી સોસાયટી વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ ચાલુ હતુ ત્યારે એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી તે સમયે પોલીસે સ્થળ ઉપરથી ચાર ઇસમો પકડાયા હતા ત્યારે પોલીસે ઇંગ્લીંશ દારૂની નાની મોટી ૧૫૦૦ બોટલો જેની કિંમત ૫.૯૫,૮૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ ૨૨,૬૫,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે અને છ શખ્સો સહિત કુલ દાસ શખ્સોની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સુચના મુજબ માણસો કામ કરે છે ત્યારે રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ ઘાંચી રહે. પંચાસરરોડ, ભારતપરા-૦૧ અને અકરમભાઇ મહેબુબભાઇ ફકીર રહે. મોરબી, મકરણીવાસ વાળાઓએ રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ પટેલ રહે. જુના દેવળીયા તાલુકો હળવદ હાલ રહે. ઘુટુ રોડ, હરીઓમ પાર્ક વાળા મારફતે નંબર પ્લેટ વગરના અશોક લેલન માલ વાહકમાં પરપ્રાંતમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી મોરબી વાવડીરોડ ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં અન્ય વાહનોમાં ભરી તેની હેરાફેરી કરવાની પ્રવૃતી હાલે ચાલુ છે. જે ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નાની મોટી ૧૫૦૦ બોટલો જેનીવકિમંત ૫,૯૫,૮૦૦ ના મુદામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઇ માયક ઉ.વ. ૨૩ ધંધો ફૂટનો રહે. પંચાસરરોડ, ભારતપરા-૦૧,  અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર ઉ.વ. ૨૦ રહે. મોરબી, મકરણીવાસ, કિશનભાઇ પ્રવિણભાઇ લવા ઉ.વ. ૨૩ રહે. હાલ જેપુર ત્રિમંદિર સામે બ્રહ્મપુરી સોસાયટીમાં અને સિકંદરભાઇ ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર ઉ.વ. ૨૨ રહે. વીસીપરા બિલાલી મસ્જીદ શેરીમાં મોરબી વાળાના ધરપકડ કરેલ છે

આ ગુનામાં રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વીડજા હાલ રહે. મહેન્દ્રનગર, હરીઓમપાર્ક, હિતેષભાઇ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઇ ધોળકીયા રહે. નવાડેલા રોડ, મોરબી, તુલસીભાઇ હસમુખભાઇ શંખેસરીયા રહે. પંચાસર રોડ, હનુમાન મંદિર પાસે મોરબી, સાહીલ ઉર્ફે સવો સંધી રહે. કાલીકા પ્લોટ મોરબી, લકકી રાઠોડ રહે. હાલ શોભેશ્વર રોડ, વાણીયા સોસાયટી મોરબી અને નંબર પ્લેટ વગરના અશોક લેલન બડા દોસ્ત માલ વાહક વાહનનો ચાલક ને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં નંબર પ્લેટ વગરની અશોક લેલન બડા દોસ્ત ૧૦,૦૦,૦૦૦,  અતુલ શકિત રીક્ષા નંબર જીજે ૩ બી ટી ૧૯૫૩ જેની કિંમત ૫૦,૦૦૦, સ્યુટ ૬૨ નં.જીજે ૯ બીએલ ૦૦૪૭ જેની કિંમત ૫,૦૦,૦૦૦, ચાર મોબાઇલ ફોન જેની કિંમત ૨૦,૦૦૦ આમ કુલ મળીને ૨૨,૬૫,૮૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સુચના મુજબ સ્ટાફના માણસોએ કામગીરીમાં કરેલ છે 






Latest News