મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો સત્કાર સમારોહ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં યોજાશે


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો સત્કાર સમારોહ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં યોજાશે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વરણી કરવામાં આવેલ છે ત્યારે તેમનો પદગ્રહણ સમારોહ અને સત્કાર સમારોહ મોરબીમાં રવાપર પાસે આવેલ ઉજજ્વલ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તેમજ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને માજી ધારાસભ્યો સહિતના લોકો હાજર રહેવાના છે અને તેની આમંત્રણ પત્રિકા હાલમાં વાંકાનેર તાલુકા અને હળવદ તાલુકા કોંગ્રેસના સ્થાનિક આગેવાનોને નવનિયુક્ત પ્રમુખ અને તેની ટીમ દ્વારા પહોંચાડવામાં આવી છે

તાજેતરમાં ગુજરાતના ૧૩ જિલ્લાઓના કોંગ્રેસના પ્રમુખ બદલવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનો પણ સમાવેશ થાય છે અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વરણ કરવામાં આવેલ છે ત્યારે કિશોરભાઈ ચીખલીયાનો પદગ્રહણ સમારોહ અને સત્કાર સમારોહ આગામી તારીખ ૨/૩/૨૪ ના રોજ બપોરે ચાર કલાકે મોરબી નજીકના રવાપર ગામે આવેલ ઉજજ્વલ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે આ સત્કાર સમારોહ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે તે ઉપરાંત કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જાવેદભાઈ પીરજાદા, ઋત્વિક ભાઈ મકવાણા, લલિતભાઈ વસોયા તેમજ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલના કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ આહીર, ગુજરાત રાજીવ ગાંધી પંચાયત રાજના ચેરમેન કે.ડી. બાવરવા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા સહિતના હાજર રહેવાના છે અને આ સરકાર સમારોહ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે થઈને નવનિયુક્ત પ્રમુખ અને તેની ટીમ આજે વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર કુવાડવાના માજી ધારાસભ્ય જાવેદભાઇ પીરજાદા તથા તાલુકા કોંગ્રેસની ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરીને તેઓને કાર્યક્રમમાં હાજર રહેવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે આવી જ રીતે હળવદ, માળીયા, ટંકારા અને મોરબી પંથકમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને કાર્યક્રમમાં હાજર રહેવા માટે થઈને પ્રમુખ અને તેઓની ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે






Latest News