મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને બે યુવાન ઉપર લાકડી-પાઇપથી હુમલો


SHARE









વાંકાનેરના માટેલ ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને બે યુવાન ઉપર લાકડી-પાઇપથી હુમલો

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં કારખાના પાસે જૂના ઝઘડાનું મન દુઃખ રાખીને બે યુવાનો ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા બને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારબાદ તેણે બે શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળાધાર વિસ્તારમાં રહેતા બળદેવભાઈ કેસરભાઈ ધેણોજા જાતે કોળી (૩૮)એ વિપુલભાઈ રાઘવભાઈ ભરવાડ રહે. શીતળાધાર માટેલ અને સંજયભાઈ મેહુરભાઈ ભરવાડ રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આરોપીઓ સાથે તેને અગાઉ થયેલ ઝઘડાનું મન દુઃખ રાખીને ફરિયાદી તથા સાહેદ વિક્રમ ઉર્ફે ટકો વિજવાડિયા સાથે હતા ત્યારે તેઓને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લાકડી અને પાઇપ વડે હુમલો કરીને ફરિયાદી યુવાન તથા તેની સાથે રહેલ વ્યક્તિને માર માર્યો હતો ત્યારે ફરિયાદીને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

૩ બીયર સાથે પકડાયો

મોરબીના નવા ડેલા રોડ ઉપર રહેતા હિતેશ ઉર્ફે મોઢ્યો ધોળકિયાના રહેણાક મકાનમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપીના ઘરમાંથી બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૦૦ ની કિંમતના બિયરના ટીન કબજે કરીને આરોપી હિતેશ ઉર્ફે મોઢ્યો ચંદ્રકાંતભાઈ ધોળકિયા જાતે ધાંચી (૩૩) રહે. નવા ડેલા રોડ અશોક પાનની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે




Latest News