મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે વાહન સ્લીપ થતા ઇજા પામેલ યુવાન સારવારમાં ખસેડાયો


SHARE













મોરબીના પંચાસર રોડે વાહન સ્લીપ થતા ઇજા પામેલ યુવાન સારવારમાં ખસેડાયો

મોરબીના પંચાસર રોડ ઉપરથી બાઈક લઈને જતા સમયે રસ્તા ઉપર બાઇક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં ઇડા પામેલ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપોરીની વાડી વિસ્તારમાં રહેતા ચેતન ભગવાનજીભાઈ ડાભી નામના ૧૯ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.આ બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંચાસર રોડે કામકાજ માટે ગયા બાદ ત્યાંથી પરત ઘરે જતા સમયે પંચાસર રોડ ઉપર રાજનગર નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું આ બનાવમાં તેને ઇજા પામેલ હાલતમાં ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયો હતો.હોસ્પિટલમાં સારવાર કરાયા બાદ પોલીસને જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલએ નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.જયારે જામનગરના ઠેબા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલ હલીમાબેન હાજીભાઈ રાઠોડ નામની ૧૯ વર્ષની યુવતીને પણ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ધુળકોટ (આમરણ) ગામે રહેતા અમરસિંહ દેહસિંહ નાયકા (૪૦) નામનો યુવાન બાઈક લઈને ધુળકોટ રોડેથી જતો હતો ત્યારે ધુળકોટ રોડ પાસે અન્ય વાહનનો ઓવરટેક કરતા સમયે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો.હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરી હતી.જ્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૩-૪ ની વચ્ચે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થવાથી મોહનભાઈ દેવાભાઈ ચાવડા નામના ૩૫ વર્ષના યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જે અંગે હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરિયાએ તપાસ કરી હોવાનું પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.

સિવિલ ચોકમાં મારામારીમાં ઇજા

મોરબીની સરકારી હોસ્પિટલની પાસે આવેલ ચામુંડા હોટલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા થતા આધેડને સારવાર માટે સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા.એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના સનાળા ગામે રહેતા બાબુભાઈ સુરાભાઈ ખાંભલા નામના ૫૦ વર્ષના આધેડને સિવિલ હોસ્પિટલ નજીક આવેલ ચામુંડા હોટલે કોઈ બાબતે ઝઘડો બોલાચાલી થયા બાદ મારામારીમાં ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર બાદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા તેના પગલે ઇન્વે.અધિકારી વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાઈ હતી.જ્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારની પાછળ આવેલા મુનનગર વિસ્તારમાં રહેતા લલિતાબેન દિનેશભાઈ પવાર નામની ૨૭ વર્ષની મહિલાને પણ તેના ઘરે બોલાચાલી ઝઘડો થયા બાદ મારામારીના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરીને આ મારામારી બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આધેડ સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા સરૈયા ગામે રહેતા યુનુસભાઇ મામદભાઈ વિકીયા નામના ૫૦ વર્ષના આધેડને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે વાડીએ કામકાજ દરમિયાન કોઈ જનાવર કરડી જવાથી અસર થતા યુનુસભાઈ વિકીયાને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે તપાસ કરી હતી અને આ બનાવ સંદર્ભે ટંકારા પોલીસ મથકે જાણ કરી હતી.






Latest News