મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઇકની ચોરી કરનારા રીઢા ચોરની ધરપકડ


SHARE













મોરબીમાંથી બાઇકની ચોરી કરનારા રીઢા ચોરની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરી હતી જે આરોપી રાજકોટમાં ચોરીના ગુના પકડાયો હતો અને તેને મોરબીમાં બાઇક ચોરી કરી હોવાઈ કબૂલાત આપેલ છે જેથી કરીને હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ નજીક રહેતા પરેશભાઈ વિનોદભાઈ પિત્રોડા જાતે લુહાર (૪૦)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી શહેરના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ કે ૫૩૯૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં આરોપી ઘનશ્યામ સાવજીભાઈ દૂધાત જાતે પટેલ (૨૭) રહે. રફાળેશ્વર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપીની રાજકોટમાં બાઇક ચોરીના ગુનામાં એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને મોરબીમાં બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપેલ છે જેથી કરીને હાલમાં મોરબી પોલીસ તેનો કબ્જો લઈને ચોરી કરેલ બાઇકને કબજે લેવા માટે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News