મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના સત્કાર સમારોહમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી-પ્રમુખ હાજર રહેશે


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના સત્કાર સમારોહમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી-પ્રમુખ હાજર રહેશે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વરણી કરવામાં આવેલ છે ત્યારે તેમનો પદગ્રહણ સમારોહ અને સત્કાર સમારોહ મોરબીમાં રવાપર પાસે આવેલ ઉજજ્વલ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તેમજ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અને માજી ધારાસભ્યો સહિતના લોકો હાજર રહેવાના છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વરણ કરવામાં આવેલ છે ત્યારે કિશોરભાઈ ચીખલીયાનો પદગ્રહણ સમારોહ અને સત્કાર સમારોહ આગામી તારીખ ૨/૩/૨૪ ના રોજ બપોરે ચાર કલાકે મોરબી નજીકના રવાપર ગામે આવેલ ઉજજ્વલ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે આ સત્કાર સમારોહ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકજી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે તે ઉપરાંત કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જાવેદભાઈ પીરજાદા, ઋત્વિક ભાઈ મકવાણા, લલિતભાઈ વસોયા તેમજ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલના કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ આહીર, ગુજરાત રાજીવ ગાંધી પંચાયત રાજના ચેરમેન કે.ડી. બાવરવા તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા સહિતના હાજર રહેવાના છે અને ત્યારે મોરબી શહેર અને જિલ્લાના પાંચેય તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહેશે 






Latest News