મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં નજીવો ઘટાડો કરતાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં રોષ


SHARE









ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં નજીવો ઘટાડો કરતાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં રોષ
 
મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીક ઉદ્યોગ આવેલ છે અને તેમાં નેચરલ ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે અને આ ગેસ ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરો પાડવામાં આવે છે જોકે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ઘટાડો થયો છે જેથી ગુજરાત ગેસના ભાવમાં મોટો ઘટાડો થશે તેવી અપેક્ષા મોરબીના ઉદ્યોગકારોને હતી પરંતુ ગુજરાત ગેસ કંપની દ્વારા માત્ર ત્રણ રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જેથી કરીને હાલમાં મોરબીના ઉદ્યોગકારોમાં રોષની લાગણી છે અને આગામી સમયમાં આ બાબતે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે તેવી પણ શક્યતા છે

મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ ૮૦૦ થી વધુ સિરામિકના નાના-મોટા કારખાના આવેલા છે તેમાં લાખો લોકોને રોજગારી મળી રહે છે આટલું નહીં પરંતુ સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી મળે છે જેથી આ ઉદ્યોગને વધુમાં વધુ ફાયદો થાય તે પ્રકારની વ્યવસ્થા જો સરકાર દ્વારા ગોઠવવામાં આવે તો ઉદ્યોગકારોને ફાયદો થાય અને રોજગારીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઉદ્યોગની સરકાર દ્વારા અને સરકારની સાથે સંકળાયેલ સંસ્થા દ્વારા અવગણના કરવામાં આવતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને ક્રૂડના ભાવની અંદર બહુ મોટો ઘટાડો થયો છે જેથી કરીને લગભગ ૮ થી ૧૦ રૂપિયા ગેસના ભાવમાં ઘટે તેવી અપેક્ષા હતી અને તાજેતરમાં જ મોરબી સિરામિક એસોસના પ્રમુખ સહિતના આગેવાનો ગુજરાત ગેસ કંપનીના અધિકારીને ગાંધીનગર ખાતે મળ્યા હતા ત્યારે મોટો ભાવ ઘટાડો થશે તેવું આશ્વાસન ગુજરાત ગેસ કંપનીના અધિકારી તરફથી આપવામાં આવ્યું હતું જો કે અફસોસની વાત એ છે કે ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં જે ગેસ ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવે છે તે નેચરલ ગેસના ભાવમાં પ્રતિ કયુબિક મીટરે માત્ર ત્રણ રૂપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે વધુમાં ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત પ્રમાણે લગભગ આઠથી દસ રૂપિયા પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં ઘટી શકે તેવું અત્યારે છે તેમ છતાં પણ માત્ર ત્રણ રૂપિયાનો જ ઘટાડો કરવામાં આવ્યો છે જેથી ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાય છે અને આગામી દિવસોમાં આ બાબતને લઈને મોરબી સીરામીક એસોસિયેશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે




Latest News