મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પગપાળા ચાલીને જઇ રહેલા વૃદ્ધાને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા : સારવારમાં ખસેડાયા


SHARE









મોરબીમાં પગપાળા ચાલીને જઇ રહેલા વૃદ્ધાને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા : સારવારમાં ખસેડાયા

 

મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસેથી પગપાળા ચાલીને જઇ રહેલા શાંતાબેન વશરામભાઈ સાવરીયા (ઉમર ૬૦) રહે.વજેપર મોરબી વાળા જઈ રહ્યા હતા ત્યારે તેઓને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા થવાથી શાંતાબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 વૃદ્ધ રવારમાં

મોરબીના વાઘપરા શેરી નંબર ૫ માં રહેતા પ્રકાશ ધરમશીભાઈ જાદવ (ઉમર ૬૨) નામના વૃદ્ધ મોરબીની મચ્છુ નદીમાં બનાવમાં આવેલ બેઠા પુલ ઉપરથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.

 

બાઈક સ્લીપ થતા ઇજા

માળીયા મીંયાણા તાલુકાના ચાંચાવદર ગામે રહેતો પ્રકાશ દુલામભાઇ લાવા (૧૬) નામનો કિશોર બાઈકની પાછળ બેસીને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે પ્રકાશને ઇજાઓ થઈ હતી અને ઇજાગ્રસ્તમાં તેને સારવાર માટે તેના પિતા મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.




Latest News