વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પોલીસને બાતમી આપતા હોવાની શંકા આધારે વેપારી ઉપર પાઇપ વડે હુમલો કરનાર સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં પોલીસને બાતમી આપતા હોવાની શંકા આધારે વેપારી ઉપર પાઇપ વડે હુમલો કરનાર સામે ગુનો નોંધાયો

વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતા વેપારીને પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખીને બુટલેગરો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વેપારીને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસને જાણ કરી હતી જે બનાવમાં ભોગ બનેલા વેપારીએ હાલમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર શહેરના દીવાનપરા વિસ્તારની અંદર ચા ની ભૂક્કીનો વેપાર કરતા અને ગોપાલ ટી નામની દુકાન ધરાવતા નીતિનભાઈ રમણીકલાલ ખીરૈયા (૫૧) નામના આધેડએ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હિતેશ સિંહ વનરાજસિંહ ઝાલા રહે આરોગ્ય નગર વાંકાનેર વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપીના ભાઈ અજયસિંહ તથા તેમનો મિત્ર કિશન લોહાણા રહે આરોગ્ય નગર વાળા થોડા દિવસો પહેલા ઇંગ્લિશ દારૂમાં પકડાયેલ તે બાતમી પોલીસને ફરિયાદીએ આપેલ હોવાની શંકા આધારે તેનો ખાર રાખીને આરોપીને ગાળો આપી હતી ત્યારબાદ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો જેથી કરીને ફરિયાદીને ડાબા પગના સાથળના ભાગે, નળાના ભાગે અને નાક ઉપર ઇજાઓ થઈ હતી જેથી તેને વાંકાનેર બાદ રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News