મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સર્જાયેલ અકસ્માત સર્જીને બે યુવાનોના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









વાંકાનેર નજીક સર્જાયેલ અકસ્માત સર્જીને બે યુવાનોના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં પુલ ઉપરથી બે યુવાન બાઈક લઈને વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને બંને યુવાનોને ઇજાઓ થઈ હતી જે બંને યુવાનોના મોત નીપજયા હતા જે બનાવમાં મૃતકના પિતાએ ડમ્પર ચાલક સામે ફરીયાદ નોંધાવોલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતો આકાશ રણછોડભાઈ સારલા (૧૯) અને અજય હર્ષદભાઈ દલસાણીયા (૨૨) નામના બે યુવાનો બાઇક લઈને તા ૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે થઈને પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને આકાશ અને અજય બંને યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને સારવાર દરમિયાન તે બંને યુવાનોના મોત નિપજયા હતા તે બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતા રણછોડભાઈ જીવણભાઈ સારલા જાતે કોળી (૪૦) રહે રામચંદ્રનગર  (ખડીપરા) નવાપરા વાંકાનેર વાળા એ ડમ્પર નંબર જીજે ૩૬ વી ૪૩૭૭ ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News