મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેર જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે આજે ગુરુદેવ રણછોડદાસ બાપૂની ૩૮ મી પુણ્યતિથીએ ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE







વાંકાનેર જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે આજે ગુરુદેવ રણછોડદાસ બાપૂની ૩૮ મી પુણ્યતિથીએ ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

વાંકાનેરમા ધમલપર ખાતે રામટેકરી પર આવેલ સુપ્રસિદ્ધ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે પ.પુ.૧૦૦૮ ગુરૂદેવશ્રી રણછોડદાસબાપુની ૩૮ મી પુણ્યતિથિ આજે તા.૪ ને સોમવારના રોજ ઉજવાશે.તા ૪ ને સોમવારના રોજ સવારે ૮ કલાકે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ થશે.જે યજ્ઞનુ બીડુ સાંજે  ૪ : ૩૦ કલાકે હોમાશે.તૅમજ સાંજે ૬ વાગ્યાથી મહાપ્રસાદનુ આયોજન કરેલ છે.

તૅમજ રાત્રીના ૧૦ કલાકે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.જેમાં ગુજરાત, સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર વિજય ગઢવી, ભાવેશ પટેલ, ભૂરા ભગત, નિકુંજ અગ્રાવત વગેરે સાથીદારો સાથે અનેરા સંગીતની શેલી સાથે સંતવાણી ભજનોની રંગત જમાવશે. પ્રતિ વર્ષ શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે પ.પુ સદગુરૂદેવશ્રી રણછોડદાસજીબાપુની પુણ્યતિથિના પાવન પ્રંસગે વાંકાનેર શહેર, મોરબી, ડાકોર ઝાલાવાડ, કચ્છ, જામનગર, રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી દૂર દૂરથી ભાવિકો દર્શનાથેં પધારે છે અને ભજન, ભોજન, અને સતસંગ અને યજ્ઞના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. તૅમજ સાંજે મહાપ્રસાદમા હજારો ભાવિકો મહાપ્રસાદ લેશે.આ દિવ્ય પાવન મહોત્સવ પ્રંસગે સમગ્ર મંદિરને અનેરા લાઈટ ડેકરોશન રોશની, સિરીઝોથી શુભોષિત કરવામાં આવેલ છે અને વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવેલ છે શ્રી જોગ જતી હનુમાનજી ગુફાની જગ્યામા નિજ મંદિરમા વિવિધ જાતના પુષ્પોથી સજાવટ કરવામાં આવશે આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા શ્રી જોગજતી હનુમાનજી ગ્રુપના દરેક ભાવિક, ભક્તજનો જહેમત ઉઠાવી રહયા છે ભાવિકોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહયો છે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વ ભાવિક, ભક્તજનોને પધારવા અને મહા પ્રસાદ લેવા શ્રી જોગજતી ગૃપ, શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા, રામ ટેકરી, ધમલપર-૨ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.






Latest News