વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું પાસે એસટી બસના ચાલકને માર મારવાના ગુનામાં ચાર આરોપીને સાત વર્ષની સજા


SHARE













મોરબીના ઘૂટું પાસે એસટી બસના ચાલકને માર મારવાના ગુનામાં ચાર આરોપીને સાત વર્ષની સજા

મોરબી હળવદ રોડે આવેલ ઘૂટું ગામ પાસે એસટી બસના ચાલકને રોકીને માર માર્યો હતો અને ફરજમા રુકાવટ કરી હતી જેની ઓટો રીક્ષાના ચાલક સાહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીઓને સાત વર્ષની સજા સાથે ૧૦ હજારનો દંડ કરેલ છે

હાલમાં આ કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૧૫ માં મા સુરેન્દ્રનગરથી મોરબી રૂટની બસ લઈને સુરેન્દ્રનગરના રહેવાસી એસટીના ડ્રાઈવર રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ સોલંકી મોરબી આવી રહ્યા હતા ત્યારે બસની સાઈડ કાપીને ઘુંટુ નજીક રીક્ષા ચાલક રહીમ યાસીનભાઈ સંઘવાણી, સિકંદર ઉર્ફે સિકલો સીદીકભાઈ સમા, અસલમ સીદીકભાઈ સમા અને અલરખાભાઈ સાંગલભાઈ કટિયા નામના ચાર શખ્સોએ બસને ઉભી રખાવી હતી અને બસના ડ્રાઈવર યપર હુમલો કર્યો હતો અને ડ્રાઈવરને માર માર્યો હતો અને તેની ફરજમાં રુકાવટ કરી હતી જેથી કરીને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ છ મૌખિક અને ૧૦ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇને કોર્ટે ચારેય આરોપીઓને સાત વર્ષની કેદની સજા અને ૧૦ હજારનો દંડ કર્યો છે અને જો આરોપીઓ દંડની રકમ ન ભારે તો વધુ એક વર્ષની સજા માટેનો હુકમ કરેલ છે અને હાલમાં આરોપીઓ જામીન ઉપર હોય તે ચારેય આરોપીઓને જ્યૂડિશયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો છે






Latest News