મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી પત્રકાર એસો.એ કરેલ રજૂઆતને ધ્યાને લઈને સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખ્યો


SHARE













મોરબી પત્રકાર એસો.કરેલ રજૂઆતને ધ્યાને લઈને સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખ્યો

મોરબીમાં રજવાડાના સમયથી રેલ્વે સ્ટેશન છે જો કેઆજની તારીખે મુસાફરોને ત્યાંથી ડેમુ સિવાય રોજિંદા લાંબા અંતરની ટ્રેન મળી રહી નથી મોરબી પત્રકાર એસો. દ્વારા રેલવેના આધિકારીઓને તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેના આધારે સાંસદ દ્વારા હાલમાં રેલ્વે મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે

મોરબી શહેરના મુસાફરોને લાંબા અંતરની ટ્રેન માટે અન્ય જિલ્લાના રેલ્વે સ્ટેશન સુધી કે પછી વાંકાનેર જવું પડે પછી જ ટ્રેન મળે છે જેથી કરીને મોરબીના રેલ્વે સ્ટેશનેથી જ લાંબા અંતરની ટ્રેન મળે તેના માટે મોરબી પત્રકાર એસો. દ્વારા મોરબીના રેલ્વે સ્ટેશન સ્ટેશનના સુપ્રીન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે લાંબા અંતરની ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જે આવેદનપત્રની કોપી સાંસદ મોહનભાઈ કુંડારીયાને પણ આપવામાં આવી હતી જેને ધ્યાને લઈને હાલમાં સંસદ મોહનભાઈ કુંડારિયાએ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી પત્રકાર એસોસિએશ દ્વારા મોરબીથી ટ્રેન માટે તેમજ વાંકાનેરમાં જુદીજુદી ટ્રેનના સ્ટોપેજ માટે રજૂઆત કરવામાં આવી છે જેને ધ્યાને લઈને નિર્ણય કરવામાં આવશે તો મોરબી અને વાકાનેરના રહેવાસીઓ અને મુસાફરોને ઘણો ફાયદો થશે






Latest News