મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ખેતરમાં કામ કરતાં સમયે ઇલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE









મોરબીમાં ખેતરમાં કામ કરતાં સમયે ઇલેક્ટ્રીક શોટ લાગતા સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા માથક ગામે વાડીએ કામ દરમિયાન ઇલેક્ટ્રિક શોટ લાગતા દાઝી ગયેલા યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને અહીં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

ઉપરોક્ત બનાવની વધુમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી મુજબ હળવદના માથક ગામે રહેતો જગાભાઈ નરસીભાઈ કોળી નામનો ૪૫ વર્ષનો યુવાન વાડીએ કામ કરતો હતો.તે દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને જેમાં તે ૭૫ ટકા દાઝી ગયેલ હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન જગાભાઈ નરસીભાઇ કોળી નામના યુવાનનું મોત નિપજયુ હતું.હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ હળવદ વિસ્તારનો હોય આગળની તપાસ અર્થે હળવદ પોલીસ મથકે જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીની ચિત્રકૂટ ટોકીઝ પાસેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં ત્યાં બાઈક સ્લીપ થઈ જતા બનેલ બનાવમાં રાજ કિશોરભાઈ પરમાર (ઉમર ૨૩) રહે.ચામુંડાનગર સોસાયટી સોઓરડીની પાછળ સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે અત્રેની ખાનગી ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બનાવ અંગે નોંધ કરીને તપાસ કરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં કાસમભાઈ સલેમાનભાઈ ફકીર (ઉમર ૩૫) રહે.નવલખી ફાટક પાસે રેલ્વે સ્ટેશન ખાડા વિસ્તાર નામના યુવાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. સિવિલ હોસ્પિટલ ખાતેથી આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.વાઘડીયાએ પહોંચીને તપાસ કરી હતી જોકે કાસમભાઈ નામનો ઇજાગ્રસ્ત યુવાન હોસ્પિટલે કોઈને કંઈ જાણ કર્યા વિના ચાલ્યો ગયો હતો..!

વિજયનગર મારામારી

મોરબીના વીસીપરા પાસે આવેલ વિજયનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવની અંદર ઇજાઓ થતા રહીમભાઈ હાસમભાઇ સુમરા (ઉમર ૨૯) રહે.રણછોડનગર નવલખી રોડ મોરબીને ઇજાઓ થઈ હતી જેથી કરીને રિયાઝુદ્દીન નામના વ્યક્તિ દ્વારા રહીમભાઇને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પોલીસ મથકે જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર પ્રફુલભાઈ પરમાર દ્વારા બનાવની નોંધ કરીનને તપાસ કરાઈ હતી.




Latest News