મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાની લજાઈ ચોકડીએ ટ્રાફિક-અકસ્માત નિવારવા ઓવરબ્રિજની માંગ


SHARE









ટંકારાની લજાઈ ચોકડીએ ટ્રાફિક-અકસ્માત નિવારવા ઓવરબ્રિજની માંગ

ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ચોકડીએ ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને નિવારવા માટે હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લજાઈ ચોકડીએ  ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને નિવારી શકાય તેમ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે હરી પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે અને જેમાં તેને ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલ ચોકડીએ ઓવરબ્રીજ બનાવવાની માંગ કરેલ છે વધુમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાથી મોરબી બાજુ આવવાના રસ્તમાં લજાઈ ચોકડી આવે છે ત્યાંથી વાંકાનેર તરફ થઈને અમદાવાદ બાજુ જવાના વાહનો સહિતના વાહનોનો ટ્રાફિક રહે છે જેથી કરીને લજાઈ ચોકડી પાસે ટ્રાફીક જામ તેમજ અકસ્માતો નિવારવા માટે વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે જરૂરી છે વધુમાં જણાવ્યુ છે કે, કચ્છથી સૌરાષ્ટ્ર તરફ જતાં વાહનોને આ એકમાત્ર રસ્તો છે જેથી પેસેન્જર તેમજ માલવાહક વાહનોનું પ્રમાણ ખુબ જ રહે છે. અને લજાઈ ચોકડી ટ્રાફિક પણ રહે છે જેથી અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિવારવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે સમયની માંગ છે




Latest News