મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્રની સૌથી ચકચારી અને સૌથી મોટી વીજ પાવર ચોરીના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE













સૌરાષ્ટ્રની સૌથી ચકચારી અને સૌથી મોટી વીજ પાવર ચોરીના કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ(સ્પેશયલ ઈલેકટ્રીસીટી) કોર્ટમાંથી સૌરાષ્ટ્રના સૌથી ચકચારી અને સૌથી મોટી ઈલેકટ્રીક પાવર ચોરી આશરે ૧ કરોડ ૧૪ લાખ ૬૯ હજાર રૂપીયાના પાવર ચોરી પ્રકરણમાં તમામ આરોપીઓ મનુભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ, રમેશભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ, મહેશભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડ તથા વિનોદભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડ બધા રહે.ત્રાજપર વાળાનો નિર્દોષ છુટકારો કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૬ ની સાલમાં મોરબીના કાર્યપાલક ઈજનેર વી.એમ.પંડયા દ્વારા 'રૂબી’ સીરામીક ઢુવા ખાતે ગેરકાયદેસર રીતે પીજીવીસીએલની ભારે દબાણની વીજલાઈનમાં મેજરીંગ કેબલ ટેમ્પર્ડ કરીને વીજ પુરવઠો મેળવી વીજ ચોરી કરી ‘રૂબી’ સીરામીકના ભાગીદાર સંચાલક સ્વ.શ્રી નાથાભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ તથા અન્ય ભાગીદાર સામે આશરે ૧ કરોડ ૧૪ લાખ ૬૯ હજાર રૂપીયા જેટલી રકમની લેખીત ફરીયાદ પોલીસ સ્ટેશને આપેલ હતી.ત્યારબાદ પોલીસે ફરીયાદીની ફરીયાદ લઈને આરોપીઓ સામે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ ૨૦૦૩ ની કલમ-૧૩૫ અન્વયે ગુન્હો દાખલ કરેલ અને ઉપરોકત આરોપીઓની જેતે સમયે ધરપકડ કરી હતી.

આ અંગેનો કેસ અત્રે મોરબીના એડી. સેસન્સ જજ બુધ્ધ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો હતો.સરકાર પક્ષે આ કામમાં ફરીયાદી વી.એમ.પંડયા તથા અન્ય કાર્યપાલક ઈજનેર કે જેઓ રેડ દરમ્યાન હાજર હતા તે તથા આ કામના તપાસ કરનાર અધીકારી જી.કે.વાળાને તપાસવામાં આવેલ.આ કામમાં તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા રોકાયેલા અને આરોપીઓ તરકે દલીલ કરવામાં આવેલ કે આરોપીઓએ કોઈ વીજચોરી કરેલ હોય તેવુ બનેલ નથી અને ફરીયાદી તથા સાહેદોએ તે વાત કબુલ રાખેલ છે કે નાથાભાઈ સામતભાઈ સીવાય અન્ય કોઈ આરોપીઓની હાજરીમાં કોઈ કાર્યવાહી થયેલ નથી અને હાલના આરોપીઓ બનાવના સ્થળે હાજર ન હતા.

હાલના આરોપી નાથાભાઈ સામતભાઈ ભરવાડ હાલ અવશાન પામેલ છે. જયારે અન્ય આરોપીઓ 'રૂબી’ સીરામીકના પાર્ટનરના દરજજે વહીવટકર્તા હોય તેવુ ફરીયાદ પક્ષ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે.તેમજ હાલમાં વીજચોરી અંગેનો મુદામાલ પોલીસ સ્ટેશના મોરબી ડિવીઝન ખાતે રાખવામાં આવેલ છે જે શંકા ઉભી કરે છે તેમજ સાહેદ વધુમા ઉલટમાં જણાવે છે કે કેબલ વાયરમાં કોઈ મીસચીફ કરવામાં આવે તો મીટર ટેસ્ટીંગમાં જણાય આવે જયારે અહીં ટેસ્ટીંગમાં કોઈ મીસચીફ જણાય આવેલ નથી.તેમજ બચાવ પક્ષે દલીલ કરેલ કે એસેસ્ટમેન્ટ કરતા પહેલા નોટીસ આપીને આરોપીઓને સાંભળવાની તક આપવી જોઈએ.

વધુમાં દલીલ કરવામાં આવેલ કે હવામાનની અસર અને લોડ વધારાના કારણે સેવનકોર વાયર બળી ગયેલ હોય છતા આરોપીઓ સામે વીજચોરીનો ખોટો કેસ કરેલ છે.તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયાં સુધી આરોપીઓ સામે સરકાર શંકા રહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં નામ.સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન સામ સુંદર વિ. સ્ટેટ ઓફ હરીયાણા રીર્પોટેડ ઈન ૧૯૮૯(૨) જીએલએચ પાના નં.૫૮૭ માં આપેલ જે ચુકાદાને આધાર રાખીને આરોપીઓને તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરી હતી.તમામ દલીલોને અંતે નામ.સ્પેસ્યલ જજ બુધ્ધ સાહેબે આરોપી પક્ષની તમામ દલીલો માન્ય રાખી આ કામના આરોપીઓ મનુભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ, રમેશભાઈ સામતભાઈ ડાભી જાતે ભરવાડ, મહેશભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડ તથા વિનોદભાઈ નાથાભાઈ ડાભી જાતે ભરવાડને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં તમામ આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, સીનીયર એડવોકેટ એમ.વાય.ચાનીયા તથા યુવા એડવોકેટ જે.ડી.અગેચાણીયા, એ.એમ.ચાનીયા, જે.ડી.સોલંકી, હિતેશ પરમાર, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.






Latest News