મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ભુજથી સાબરમતીને બદલે ભુજથી ગાંધીનગર ટ્રેન શરૂ થશે : સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE









ભુજથી સાબરમતીને બદલે ભુજથી ગાંધીનગર ટ્રેન શરૂ થશે : સાંસદ વિનોદભાઇ ચાવડા

ભુજથી સાબરમતી વચ્ચે ચાલતી ટ્રેન બંધ થતાં ટ્રેન ફરી શરૂ થાય તેવી લોક લાગણીને લક્ષમાં લઈને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા દ્વારા રેલ્વે વિભાગને રજુઆત કરતાં તા.૬ માર્ચથી ભુજથી ગાંધીનગર સુધી ટ્રેન નિયમિત શરૂ થશે.

ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી હાલમાં અલગ અલગ ૧૮ ટ્રેન આવન જાવન કરે છે. ત્યારે કેપિટલ રેલ્વે સ્ટેશન ઉપરથી વધુ એક ટ્રેન દોડતી જોવા મળશે.આગામી ૬ માર્ચના રોજ ભુજથી ગાંધીનગર ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.જે બપોરના બે કલાકે ગાંધીનગર આવશે.જ્યારે ગાંધીનગરથી સાંજે ૫ કલાકે ઉપડશે જે રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં ભુજ પહોંચશે. એમ સાંસદ વિનોદભાઇ ચાવડા જણાવતા રેલ્વે વિભાગનો આભાર માન્યો હતો.




Latest News