મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના યુવાન સાથે 4.47 લાખની છેતરપિંડી કરનારા ત્રણેય આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: વધુ ત્રણની શોધખોળ


SHARE









મોરબીના યુવાન સાથે 4.47 લાખની છેતરપિંડી કરનારા ત્રણેય આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: વધુ ત્રણની શોધખોળ

મોરબીમાં રહેતા યુવાનને શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવાની અને સારો નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી અને તે યુવાન સાથે ૪,૪૭,૧૫૦ ની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં સાયબર કાઈમ પોલીસ સ્ટેશન પીઆઇ સહિતની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરેલ છે અને તે આરોપીઓની પૂછપરછમાં વધુ ત્રણ શખસોના નામ સામે આવ્યા હોવાથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

હાલમાં મળતી માહિતી મુજબ તા.૪/૧/૨૦૨૪ના રોજ કિશનભાઈ કાવર નામના ફરિયાદી યુવાનને વોટ્સઅપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fapes.com લીંક મોકલી હતી અને વોટસએપ મેસેજ કરીને શેરબજારમાં રોકાણ કરવાની ટીપ્સ મોકલેલ હતી. જેથી યુવાને શેરબજારમાં રોકાણ કરવા માટે અને ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ ૪,૪૭,૧૫૦ ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ હતું અને ત્યાર બાદ યુવાને તેને કરેલ રોકાણના પૈસા પાછા માંગ્યા હતા જો કે, આરોપીઓએ પૈસા પાછા ન આપીને યુવાનની સાથે છેતરપીડી કરીને વિશ્વાસઘાત કરેલ હતો જેથી મોરબી સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી કલમ ૪૦૬, ૪૧૯, ૪૨૦, ૧૨૦બી તથા આઇ.ટી એકટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો નોંધાયેલ હતો

આ ગુન્હાને ધ્યાને લઇ આરોપીને શોધી કાઢવા સાયબર કાઇમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, યુ.એસ.બારોટ તથા સ્ટાફ દ્વારા આરોપી જગાભાઇ વહાભાઇ ભરવાડ, હરીશ ગોબરભાઇ ભરવાડ તથા ગણેશ ગગન થાપા રહે.બધા ફતેગંજ, વડોદરા વાળાઓની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ લીધા હતા.જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આ આરોપીની પૂછપરછમાં તેની સાથે અન્ય ત્રણેક આરોપી આ ગુનામાં સંડોવાયેલ હોવાની માહિતી સામે આવી છે જેથી કરીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.




Latest News