વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો


SHARE











સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી જાણીતા હાસ્ય કલાકાર અને ખરા અર્થમાં સમાજ સેવક એવા ડો.જગદીશ ત્રિવે દીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૨૫ જાન્યુઆરીની રાત્રે પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો અને એક મહીના બાદ બીજો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર ડો.જગદીશ ત્રીવેદીને જાહેર થયો છે.૨૦૨૪માં પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર બન્ને મેળવનાર એકમાત્ર ભારતીય બનશે ડો.જગદીશ ત્રિવેદી.

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ભારતભરની વિવિધ કલાના કુલ ૪૬ કલાધરોને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.તેમાં ૨૦૨૩ ના વર્ષમાં ગુજરાતના હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક તેમજ બહ્મ સમાજના ઘરેણા સમાન ડો.જગદીશ ત્રિવેદીને આ પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૬-૩-૨૪ ના રોજ દિલ્હી ખાતે સંગીત નાટક અકાદમીના ચેરમેન ડો.સંધ્યા પુરેચાના હસ્તે તામ્રપત્ર, શાલ અને રૂા.૧,૦૦,૦૦૦ (એક લાખ) ના રોકડ પુરસ્કાર સાથે આ સન્માન એનાયત થશે.આ વર્ષે પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર બન્ને મળ્યા હોય એવા એકમાત્ર ભારતીય બનવા બદલ ડો.જગદીશ ત્રિવેદી ઉપર તેમના સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળ, ચાહકો તેમજ શુભેચ્છક ગૃપ તેઓના ઉપર સતત શુભેચ્છાઓનો ધોધ વહાવી રહ્યા છે.






Latest News