મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા ૧૭ હોદ્દેદારો સી.આર. પાટીલના હસ્તે ખેસ પહેરીને હવે ભાજપમાં


SHARE









મોરબી જીલ્લામાં કોંગ્રેસમાંથી રાજીનામાં આપનારા ૧૭ હોદ્દેદારો સી.આર. પાટીલના હસ્તે ખેસ પહેરીને હવે ભાજપમાં

આગામી લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસમાંથી એક પછી એક રાજીનામાં આવી રહ્યા છે અને જે રાજીનામાં આવે છે તે આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસમાંથી તાજેતરમાં રાજીનામાં આપનારા ૧૭ હોદ્દેદારો અને આગેવાનો સી.આર. પાટીલના હસ્તે ખેસ પહેરીને હવે ભાજપમાં જોડાયા છે

ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસમાં જુદાજુદા હોદાઓ ઉપરથી રાજીનામાં આપનારા ૧૭ જેટલા હોદ્દેદારોએ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરીને કેસરિયા કરેલ છે જેમાં મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં સભ્ય મહેશભાઈ પારજીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અસ્મિતાબેન કોરીંગા, મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પ્રફુલભાઈ હોથી, માળીયા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ સતિષભાઈ વામજા, મોરબી તાલુકા કોંગ્રેસના મહામંત્રી જગજીવનભાઈ બોપલીયા, માળીયા તાલુકા કોંગ્રેસના મહામંત્રી રાજેશભાઈ ડઢાણીયા, મોરબી તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ અગ્રાવત, મોરબી તાલુકા કોંગ્રેસ એસ.સી. વિભાગના પ્રમુખ કિશોરભાઈ ઉભડિયા, માળીયા તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ મહેશભાઈ કૈલા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગોરધનભાઈ પડસુંબિયા, નાથાલાલ પડસુંબિયા, મોરબી તાલુકા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દુર્લભજીભાઈ સૂરાણી, માળીયા તાલુકા કોંગ્રેસના કારોબારી સભ્ય આશિષભાઈ સંઘાણી, મોરબી જિલ્લા કોંગ્રેસના કારોબારી ખોડીદાસભાઈ સંતોકી અને મોરબી જિલ્લા કોંગ્રેસના મંત્રી સંજયભાઈ કાવરનો સમાવેશ થાય છે અને આ તમામ આગેવાનોએ સ્વૈચ્છીક કોંગ્રેસમાંથી રાજીનામાં મૂકીને ભાજપનો ખેસ ધારણ કરેલ છે




Latest News