રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં નસીલી સીરપના કાંડમાં સંડોવાયેલા કોઈપણ ચમરબંધીને છોડવામાં ન આવે તેવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE









મોરબીમાં નસીલી સીરપના કાંડમાં સંડોવાયેલા કોઈપણ ચમરબંધીને છોડવામાં ન આવે તેવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી નજીકથી નશીલી સીરપનો જથ્થો ગોડાઉનમાંથી પકડાયો હતો જે બાબતને લઈને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને કોઈપણ ચમરબંધી આ નશાના કારોબારમાં સંડોવાયેલ હોય તેની સામે મોરબી શહેર અને જિલ્લાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા હાલમાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે અને તેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી નજીકના રંગપર ગામ પાસે ગોડાઉનમાંથી નસીલી સિરપની ૯૦ હજાર જેટલી બોટલો મળી આવી છે અને ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે જોકે માલ મંગાવનાર અને મોકલાવનાર સહિતના આરોપીઓને પકડવાના બાકી છે તેને વહેલામાં વહેલી તકે પકડવામાં આવે તેમજ નસાના આ કારોબારની સાથે સંડોવાયેલા કોઈપણ ચમારબંધીને છોડવામાં ન આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવેલ છે વધુમાં તેમણે જણાવ્યું છે કે મોરબી શહેર અને જિલ્લામાં નસીલા પદાર્થો જેવા કે દારૂ, કેમિકલ યુક્ત કફ સીરપ વગેરેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે નશા યુક્ત પદાર્થો વેચનારાઓની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે કારણ કે નશાકારક પદાર્થોના લીધે મોરબી શહેર અને જિલ્લાનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે હાલમાં જે નસીલ બોટલો પકડવામાં આવી છે તેમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આગામી સમયમાં બીજા કોઈ વ્યક્તિ આવો પદાર્થ લાવવાની હિંમત કરશે નહીં જેથી નમુના રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે વધુમાં તેમણે એવું પણ જણાવ્યુ છે કે થોડા સમય પહેલા ઘુટુ ગામ પાસે રાત્રિના સમયે કેમિકલ ઠાલવવા માટે થઈને ટેન્કર લઈને આવ્યા હતા તે ટેન્કરમાંથી અને સ્થળ ઉપરથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ આવી ગયેલ છે અને તેમાં એસિડિક પ્રવાહી હતું તેવું સાબિત થઈ ગયેલ છે જેથી આ પ્રકરણની અંદર પણ સંડોવાયેલા શખ્સોની સામે કોઈ પણ ની સેહશરમ રાખ્યા વગર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા લોકો વતી માંગ કરેલ છે






Latest News