મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

હવે બોગસ પેટ્રોલ પંપ..? : મોરબીમાં રૂા.૭૫ લેખે વાહનોમાં ભરી દેવાતું હતું બાયોડીઝલ... હવે લેબ રિપોર્ટની રાહ


SHARE











હવે બોગસ પેટ્રોલ પંપ..? :  મોરબીમાં રૂા.૭૫ લેખે વાહનોમાં ભરી દેવાતું હતું બાયોડીઝલ... હવે લેબ રિપોર્ટની રાહ

મોરબી પંથકમાં એલડીઓ અને બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત અન્ય પેટ્રોલીયમ પેદાશના વેપારનો ગોરખધંધો ધમધમતો હોવાની ફરિયાદો છેલ્લા થોડા થોડા સમયથી ઉઠી હતી.જેથી મોરબી તાલુકા મામલતદાર, નાયબ મામલતદાર અને એલસીબી તેમજ બી ડિવિઝન પોલીસની ટીમે મોરબી નજીક આવેલ એક બંધ ફેકટરીમાં રેડ કરતા ગેરકાયદેસર રીતે પેટ્રોલીયમ પેદાશનો ૧૯૦૦ લીટરનો જથ્થો મળી આવતાં તે સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસમાં સામે આવ્યું હતું કે, અંગત ફાયદા માટે સનોરા સીરામીક નામના બંધ કારખાવાના સેડમાં શંકાસ્પદ ઈંધણનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો અને રૂપિયા ૭૫ ના લીટર લેખે તે અન્ય વાહનોમાં ફરી આપવામાં આવતો હતો..! મોરબીમાં અગાઉ બોગસ ટોલનાકુ, બોગસ રેમડીસીવર અને અન્ય પણ બોગસ કારસ્તાનો ઝડપાઈ ચૂક્યા છે.ત્યારે મોરબીમાં સસ્તી પેટ્રોલિયમ પેદાશના નામે કારખાનાનો શેડ ભાડે રાખીને તેમાં પંપ લગાવીને બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ મોરબી એલસીબી પીએસઆઈ કે.એમ.ભોચીયા, બી ડીવીઝન પીએસઆઈ ઝાલા, પુરવઠા નાયબ મામલતદાર શૈલેષ રાઠોડ અને મામલતદાર નીખીલ મહેતા સહિતની ટીમે બાતમીને આધારે મોરબી-માળિયા હાઈવે ઉપર આવેલ સનુરા ટાઈલ્સ પ્રા.લી.નામની ફેકટરીમાં રેડ કરી હતી જ્યાં શેડ ભાડે રાખીને ગેરકાયદેસર પેટ્રોલીયમ પેદાશનો રૂા.૧,૪૨,૫૦૦ ની કિંમતનો ૧૯૦૦ લીટર જથ્થો મળી આવતા તે જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.તેમજ સીઝ કરાયેલ જથ્થામાંથી સેમ્પલ લઈ ચકાસણી માટે એફએસએલ ખાતે મોકલવાના આદેશો આપવામાં આવ્યા હતી.વધુમાં મળતી માહિતી પ્રમાણે એલસીબીના સ્ટાફને મળેલ બાતમીને આધારે માળિયાના સનોરા સીરામીક નામના બંધ કારખાનાના સેડમાં રેડ કરવામાં આવી હતી અને શંકાસ્પદ ઈંધણનો જથ્થો ત્યાં રેડ દરમિયાન મળી આવ્યો હતો.જેમાં ટ્રક નંબર જીજે ૧૨ વાય ૯૧૫૮ પણ ત્યાંથી મળી આવ્યો હતો અને બાજુમાં ઈલેક્ટ્રીક પોર્ટેબલ ફ્યુલ પંપ અને સફેદ કલરના ૧૦૦૦-૧૦૦૦ લીટરના બે ટાંકા તેમજ ૨૦૦-૨૦૦ લીટરના ડબલાઓ ત્યાં પડ્યા હતા ત્યારે સ્થળ ઉપરથી ટ્રક માલિક હરેશ ચીમન પટેલ (૪૮) રહે.માધાપર નવા પ્લોટ તાલુકો ભુજ (કચ્છ) વાળો પણ હાજર મળી આવ્યો હતો તેમજ મોરબીના રવાપર રોડ અમૃતનગર નીલકંઠ સ્કૂલ સામે રહેતા ચંદુભાઈ બેચરભાઈ ગોધાણી પટેલ (૪૩) પણ હાજર મળી આવ્યા હતા.ચંદુભાઈ ગોધાણીએ ગોડાઉન ભાડે રાખ્યુ હતુ અને રૂપિયા ૭૫ લેખે વાહનોમાં બાયોડીઝલ કે જેને એલડીઓ પણ કહેવામાં આવે છે તે ભરી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.બેરલ અને ટાંકાઓમાંથી જે તે સમયે કુલ મળીને ૧૯૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો પોલીસ દ્વારા સીઝ કરાયો હતો જે ચંદુભાઈના કહેવાથી ત્યાં સંગ્રહ કરીને વેચાણ થતું હતું.હાલ પુરવઠા મામલતદારને કરાયેલી જાણના પગલે પુરવઠા વિભાગ દ્વારા તે ડીઝલના સેમ્પલ લેવાયા છે અને તે ઇંધણ ખરેખર શું છે..? તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની નિયમ અનુસારની કાર્યવાહી થશે તેમ બી ડિવિઝન પીએસઆઇ ઝાલા પાસેથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે પાડાપુલ નજીક ભરાતી રવિવારી બજારમાં ગત તા.૩-૩ ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં હિતેશ ચંદુભાઈ હળવદિયા (ઉમર ૨૫) રહે.સાદુળકા તા.મોરબી નામના યુવાનને ઇજાઓ થતા સારવાર માટે સરકારી હોસ્પીટલે લઇ જવામાં આવ્યો હતો.તેને તેના મામાના દિકરા સાથે ઝઘડો થયો હતો અને તેમાં ઈજા થતાં સારવાર માટે ખસડાયો હતો બનાવની હોસ્પિટલ ખાતેથી યાદી આવતાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

માસુમ બાળક સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા પરિવારનું અલીજા વસીમભાઈ કટિયા નામનું પોણા બે વર્ષનું બાળક રમતા રમતા ઘરે કોઈ અજાણ્યપ પ્રવાહી પી જતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યું હતું.






Latest News