મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ગોડાઉનમાંથી પકડાયેલ નસીલી સિરપના કાંડમાં નવો ધડાકો: માસ્ટર માઇન્ડ મસુદ આલમ છેલ્લા ચાર વર્ષથી મોરબીના સંપર્કમાં


SHARE













ગોડાઉનમાંથી પકડાયેલ નસીલી સિરપના કાંડમાં નવો ધડાકો: માસ્ટર માઇન્ડ મસુદ આલમ છેલ્લા ચાર વર્ષથી મોરબીના સંપર્કમાં

મોરબી નજીકના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ છે અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવતી હોવાનું પકડાયેલા આરોપીઓ રટણ કરી રહ્યા છે અન અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓ હાલમાં ૧૦ દિવસના રિમાન્ડ ઉપર છે અને મોરબી નજીક ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર સહિતના બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે તેવામાં સુત્રો પાસેથી જાણવા મળી રહેલ માહિતી મુજબ આ ગુનામાં પકડવાનો બાકી આરોપી મસૂદ આલમ ચાર વર્ષ કરતા વધુ સમયથી મોરબીના સંપર્કમાં હતો જેથી કરીને અગાઉ અન્ય કોઈ લોકોની સાથે સંપર્કમાં રહીને આ પ્રકારે નશીલી સીરપની હેરાફેરી કે પછી મોરબીમાં નસીલી સીરપ આપવામાં આવી છે કે કેમ અને મસૂદ આલમ મોરબીની આસપાસમાં આવેલ સીરામીક ઉદ્યોગમાં કોની કોની સાથે સંપર્કમાં હતો તે સહિતની દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો વધુ કેટલાક સ્પોટક ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

મોરબી તાલુકાનાં રંગપર (વિરાટનગર) ગામની સીમ સીતારામ હાર્ડવેર પાછળ આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ જેમાં ૯૦,૦૦૦ જેટલી બોટલો ત્યાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા ત્રણ સહિત ૬ શખ્સોની સામે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી),૨૧(સી),૨૯ મુજબ ફરિયાદ નોંધી હતી જેમા જણાવ્યુ હતુ કે, ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર અને ગોડાઉનના સંચાલક દ્વારા માલ મોકલાવનારનો સંપર્ક કરીને તેઓની પાસેથી ગેરકાયદેસર રીતે નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો ખરીદ કરવામાં આવી હતી અને ટ્રકમાં ચોખાની આડમાં મોરબી સુધી લઈ આવવામાં આવી હતી 

જે સમયે પોલીસે રેડ કરી ત્યારે ૯૦,૦૦૦ બોટલો નસીલી સિરપ, ચોખાની ૬૫૦ બોરી, એક ટ્રક, ત્રણ મોબાઇલ અને રોકડા રૂપીયા મળીને ૨.૦૪ કરોડનો મુદામાલ કબજે કરેલ હતો અને ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. મોરબી ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. મહારાષ્ટ્ર, ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. તેલંગણા વાળાને પકડવામાં આવ્યા હતા અને આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશના પીઆઇ હકૂમતસિંહ જાડેજાને સોપવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓના આગામી તા ૧૫ સુધી એટ્લે કે ૧૦ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલ છે જેથી હાલમાં જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે અને આ ગુનામાં ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ), માલ મોકલનાર સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ રહે. ત્રીપુરા સહિત ત્રણ આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવેલ છે અને રવીકુમાર મહીપતભાઇ કંડીયા તેમજ મસુદ આલમની ધરપકડ કરવામાં આવે ત્યાં પછી ઘણી બાબતો પરથી પરદો ઉચકાઇ તેમ છે 

અત્રે ઉલ્લેખ છે કે હાલમાં જે નકલી સિરપનો જથ્થો પકડવામાં આવ્યું છે તે ઝારખંડ થી મોરબી આવ્યો હોવાનું અને અહીંથી રિપેક કરીને ત્રિપુરા મોકલવાનો હોવાનું પકડાયેલા આરોપીઓ રટણ કરી રહ્યા છે પરંતુ નશીલી સીરપના રી પેકિંગ માટે ૩૮૦૦ કિલો મિટર સુધી વાહનમાં ફેરવે તે વાત કોઈને ગળે ઉતરે તેવી નથી તેવામાં સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મળે મસુદ આલમ કે જેણે નસીલી સીરપનો જથ્થો મોરબી સુધી ચોખાની આડમાં મોકલાવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે તે મસૂદ આલમ છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી મોરબીમાં ટાઇલ્સના વેપાર સાથે સંકળાયેલ છે જેથી કરીને હાલમાં જે નસીલી સિરપ નો જથ્થો પકડવામાં આવ્યો છે તે પ્રકારે અગાઉ કેટલી વખત આવી નસીલી સીરપનો જથ્થો મોરબીમાં આવ્યો હતો અને મસૂદ આલમના આ ગોરખ ધંધામાં મોરબીમાંથી રવિ કંડીયાની જેમ બીજા કોણ કોણ તેના સંપર્કમાં હતા અને નશીલી સીરપની હેરાફેરીમાં રીપેકિંગ કે પછી અન્ય કોઈપણ પ્રકારની મદદ કરી રહ્યા હતા તે દિશામાં તપાસ કરવામાં આવે તો હજુ પણ કેટલાક ચોંકાવનારા નામ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે આ કેસમાં નશીલી સીરપ નો જથ્થો મોરબી સુધી મંગાવનાર અને માલ મોકલાવનાર બંને આરોપીઓ જ્યારે પકડાશે ત્યારે નસાના કારોબાર મા કોણ કોણ કઈ રીતે સંડવાયેલ છે તે હકીકત સામે આવશે






Latest News