મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી સહિત સમગ્ર ગુજરાતના મુખ્ય શિક્ષકોએ પડતર માંગણીઓને લઇને ગાંધીનગરમાં કર્યા ધરણાં


SHARE











મોરબી સહિત સમગ્ર ગુજરાતના મુખ્ય શિક્ષકોએ પડતર માંગણીઓને લઇને ગાંધીનગરમાં કર્યા ધરણાં

ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ રાજ્યના 2000થી વધુ મુખ્યશિક્ષકો (HTAT આચાર્ય)એ બદલીના નિયમોની માંગણી મુદ્દે ગાંધીનગરમાં ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં પ્રદર્શન યોજયું હતું.

જેમાં મોરબી જિલ્લાના 75થી વધુ HTAT આચાર્યો જોડાયાં હતાં. મોરબી જિલ્લાના વિવિધ ગામોની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે વર્ષ 2012થી ફરજ બજાવતાં આચાર્યોની બદલી આજદિન સુધી થઈ નથી, એ માટે કોઈ પણ પ્રકારના નિયમો બન્યા નથી. માત્ર આશ્વાસન આપી નિયમો આવશે આવશે એવા વાયદાઓ આપવામાં આવી રહ્યાં હોય તમામ આચાર્યો નાસીપાસ થયાં છે અને પરિણામે સંગઠિત થઈ ધરણાં ઉપર ગાંધીનગર ખાતે એકત્રિત થઈ, વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. મોરબી જિલ્લાનું નેતૃત્વ વિનોદ ગોધાણી, મુકેશ મારવાણીયા, રાવત કાનગડ, હિરેન ઘોરીયાણી, મનન બુધ્ધદેવ  સહિતનાએ કર્યું હતું. અને ગાંધીનગર ખાતે યોજાયેલ આ ધરણાં કાર્યક્રમમાં બદલીના નિયમો જાહેર કરો એવું સૌ આચાર્યએ બુલંદ અવાજે કહ્યું હતું.






Latest News