મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં છેલ્લા ૨૯ દિવસમાં સીલિકોસિસના લીધે ત્રીજું મોત


SHARE











મોરબીમાં છેલ્લા ૨૯ દિવસમાં સીલિકોસિસના લીધે ત્રીજું મોત

મોરબીમાં સીલિકોસિસના ઘણા દર્દી છે જેની સારવાર ચાલી રહી છે જો કેછેલ્લા ૨૯ દિવસમાં સીલિકોસિસના લીધે મોરબીમાં ત્રીજું મોત થયું હોવાનું માહિતી સામે આવી રહી છે જેમાં મળતી માહિતી મુજબ ગત ૫/૨/૨૦૨૪ એ રાજુભાઈ૨૬/૨/૨૦૨૪ એ હરજીભાઈ અને ૦૪/૦૩/૩૦૨૪
ના રોજ ઉમેશભાઈનું સિલિકોસીસીથી મૃત્યું થયું છે આમ છેલ્લા ૨૯ દિવસમાં સીલિકોસિસના લીધે ત્રણ વ્યક્તિના મોત થયેલ છે ત્યારે સીલિકોસિસ હજુ કેટલાનો ભોગ લેશે તે સવાલ ઉઠી રહ્યો છે

હાલમાં જાણવા મળતી માહિતી મુજબ ઉમેશભાઈ ગુપ્તા મૂળ બિહારના સિવાન જિલ્લાના હુસેપુર ગામના વતની હતા. અને તેઓ ગુજરાતમાં પોતાના અને પરિવારના વિકાસ માટે આવેલ હતા અને કામ કરીને બે બચત કરી હતી તે રકમ તેની બીમારીમાં વપરાઈ ગઈ છે તો પણ સાજા ન થયા અને જયારે તેને સીલિકોસિસ બીમારી છે તેની ખબર પડી ત્યાં સુધીમાં તો લાખો રૂપિયાનો ખર્ચો તેમના પરિવારે સારવારમાં કર્યો હતો. જો કે, તેઓને બચાવવા માટે બચત તો ગઈ સાથે ઘરની આર્થિક પરિસ્થિતિ પણ હાલમાં કથળી થઈ ગઈ છે

ઉમેશભાઈ ગુપ્તાએ ૧૯૯૧થી લઈને ૨૦૨૦ સુધી ગૂજરાતમાં થાન અને મોરબીની અલગ અલગ સિરામિક યુનીટમાં એક ભરાઈ કારીગર તરીકે કામ કર્યું હતું. આ ભરાઈની કામગીરી દરમ્યાન સિલિકાના બારીક રજકણો એમના ફેફસા સુધી પહોંચી ગયા અને એમને સિલિકોસિસ થયો હતો અને  ઉમેશભાઈની પીટીઆરસી સંસ્થાના કાર્યકર સાથે મુલાકાત થઈ ત્યાર એમણે દુઃખ જાહેર કરતા કહ્યું કે મેં આટલા વર્ષ અલગ અલગ જગ્યાએ કામ કર્યુંનવા કામદારોને ભરાઈ કામ શિખવાડ્યું પણ મને ખબર જ ન હતી કે આ કામ આટલું જોખમી કામ છે. મને આજ સુધી કોઈ દ્વારા આ કામની કારણે મને આવી બીમારી થશે એવે માહીતી જ ન આપી.જો કોઈ એ જાણ કરી હોત તો હું કામ જ ન કરત”.

વધુ માં તેમણે કીધુ કે મેં આટલા વર્ષ કામ કર્યું પણ મારી પાસે કોઈ આઈ કાર્ડ નથી કોઈ પણ કંપનીએ મને કોઈ પુરાવો ન આપ્યો કે મેં આટલા વર્ષ અહી કામ કર્યું છે. ના તો ઈ.એસ.આઈ. કે પગાર સ્લીપ આપવામાં આવી. ગુજરાતમાં તો શોષણ જ છે અમે ગુજરાત બહાર સાઉથ બાજુ અને અન્ય થોડા સમયે કામ કર્યું ત્યાં થોડી સુવિધાઓ હતી અહીં તો કંઈ છે જ નહિ. ઉમેશભાઈને PTRC સંસ્થા દ્વારા થતી મદદ કરવામાં આવી હતીએમને ઓકસીજન કન્સટ્રેટર તથા નેબ્યુલાઇઝર મશીન આપવામાં આવ્યું હતું.

ત્યારે એમણે કીધું હતું કે મારી જેમ ઘણાં કામદારો જેમને ગુજરાતમાં તકલીફ થાય છે કામ કરી શકવાની ક્ષમતા ગુમાવી બેસે છે ત્યારે એમને કંપની તરફથી કોઇ મદદ મળતી નથી. મજબૂરીમાં પોતાના ગામ ચાલ્યા જવું પડે છે અને ત્યાં અવસાન થાય છે અફસોસકે વધુ ૩ સીલિકોસિસ પીડિતના મોત ૩૦ દિવસમાં થઈ ગયા છે અને મોરબીમાં હાલ અન્ય ઘણાં કામદારો સીલિકોસિસથી પીડાઇ રહ્યા છે. જે કામદાર મોરબીને વિશ્વભરમાં સિરામિક સિટીની ઓળખ આપી રહ્યા છે એમને સુરક્ષા આપવા વિશે ક્યારે કોઈ વિચારતું પણ નથી






Latest News