ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૬ જુગારી પકડાયા


SHARE













મોરબી તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૬ જુગારી પકડાયા

મોરબી તાલુકા પોલીસે ટિંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટોપની પાછળ, પીપળી ગામની સીમમાં સ્ટારકો સીરામીક સામે અને પાવળીયારી કેનાલ પાસે આવેલ કોમ્પલેક્ષની પાછળ જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૬ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ત્રણ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના પીપળી ગામની સીમમાં સ્ટારકો સીરામીક સામે શક્તી પાન પાછળ બાવળની જાળીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વિશાલભાઈ નવઘણભાઈ ડાભી (૨૭) રહે. જલજલા પાનની સામે કુલીનગર-૧ મોરબી તથા દીપકભાઈ અશોકભાઈ વાળા (૩૧) રહે. વીસીપરા કુલીનગર-૧ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૭૪૦ ની રોકડ કબજે કરી હતી તો મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટોપની પાછળના ભાગમાં બંધ દુકાનની બહારના ભાગમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હતા ત્યારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જીગ્નેશભાઈ રાજુભાઈ ચૌહાણ (૨૭) રહે. વીસીપરા હનુમાનજીના મંદિર પાસે મોરબી અને હુસેનશા મહમદશા શાહમદાર (૪૧) રહે. વીસીપરા કૂલીનગર-૧ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૫૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આવી જ રીતે જુગારની ત્રીજી રેડ મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે આવેલ કોમ્પલેક્ષની પાછળ કરવામાં આવી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા આરીફભાઈ ઈબ્રાહીમભાઇ શાહમદાર (૨૧) રહે. લીલાપર રોડ સરકારી આવાસ મોરબી અને મકબુલભાઈ રજાકભાઈ ચાનીયા (૨૪) રહે. લીલાપર રોડ સરકારી આવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૬૭૦ ની રોકડ કબજે કરી હતી

એક બોટલ દારૂ

મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ની કિંમતની દારૂની બોટલ સાથે દીપકભાઈ દેવશીભાઈ મકવાણા (૩૮) રહે. નાની વાવડી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News