ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રક ચાલકે યુવાનને હડફેટે લીધો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા અને ફરી પાછા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા અબ્બાસ રસુલભાઈ કટિયા (૪૫) નામના યુવાનેને મોરબીની ત્રાજપર ચોકડી પાસે પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધું સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ત્યાથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિગુણ હાઈટ ખાતે રહેતા સુરેજા ભગવાનજીભાઈ જમનભાઈ (૬૦) નામના વૃદ્ધ બાઈક લઈને સમર્પણ હોસ્પિટલ પાસેથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઇજા થવાથી વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સતવારા બોર્ડિંગની પાછળના ભાગમાં રહેતા જયેશભાઈ હરજીવનભાઈ પૂજારા (૪૭) નામનો યુવાન મોરબીમાં પાડા પુલ ઉપરથી બાઇક લઈને પસાર થતો હતો ત્યારે બાઈલ સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં રહેતા જામસિંગ ભૂગરોભાઈ ઓસીમિયા (૩૫) નામનો યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો ઉતર્યો હતો જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે અકસ્માતના બનાવમાં ઈજા પામેલ દર્દીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે




Latest News