વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક જેપી ફાર્મ પાસે ઈલેક્ટ્રીક થાંભલા ઉપર શોર્ટ લાગતા નીચે પટકાયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબી નજીક જેપી ફાર્મ પાસે ઈલેક્ટ્રીક થાંભલા ઉપર શોર્ટ લાગતા નીચે પટકાયેલ યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે ઉપર રોડ ઉપર આવેલ જેપી ફાર્મ નજીક ઈલેક્ટ્રીક થાંભલા ઉપરથી શોર્ટ લાગતા યુવાન નીચે પટકાયો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ધરમપુર ગામે રહેતા મહેશભાઈ માવજીભાઈ વાઘેલા (૩૩) નામનો યુવાન મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામથી આગળના ભાગમાં આવેલ જેપી ફાર્મ નજીક અજંતા પાસે હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક થાંભલા ઉપર શોર્ટ લાગતા નીચે પટકાયો હતો અને નીચે પડવાના કારણે તેને ઇજાઓ થઇ હોવાથી ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો એજાજ હારુનભાઈ સાઈજા (૩૦) અને અમીન સલીમભાઈ પલેજા (૧૫) નામના બે વ્યક્તિ બાઈક લઈને મોરબી નજીકના રવાપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રવાપર ગામે બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના નારણકા ગામે સોમલાલભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરેશભાઈ કાળુભાઈ મોહનિયા (૩૦) નામનો યુવાન હળવદ રોડ ઉપર ચરાડવા ગામ પાસે કેનાલ નજીક હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે સારવાર માટે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં જાણ કરવામાં આવી છે






Latest News