નેચરલ ગેસના ભાવ વધારાની અસર: મોરબીની તમામ સિરામિક પ્રોડક્ટના ભાવમાં ૨૦ ટકાનો વધારો કરાયો
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ધર્મપત્નિના જન્મદીનની ઉજવણી કરતા તબિબ
SHARE









મોરબી જલારામ પ્રાર્થના મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ધર્મપત્નિના જન્મદીનની ઉજવણી કરતા તબિબ
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબીના જાણીતા નિષ્ણાંત તબિબ ડો. હિતેશ પટેલ (ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ) દ્વારા તેમના ધર્મપત્નિ દીપ્તિબેનના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. હાલના સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના નિષ્ણાંત તબિબે સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હીતેશભાઈ જાની, ચિરાગ રાચ્છ, ભગવાનજીભાઈ પટેલ (ગુરુકૃપા હોટેલ), કીશોરભાઈ ચંડીભમર, મનિષ પટેલ, હસુભાઈ પંડિત સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.
