મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ગેરરિતી અટકાવવા ચૂંટણીપંચ દ્વારા cVIGIL એપ્લિકેશન કાર્યરત


SHARE















મોરબી જીલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ગેરરિતી અટકાવવા ચૂંટણીપંચ દ્વારા cVIGIL એપ્લિકેશન કાર્યરત

આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે ત્યારે,આ ચૂંટણીમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી અટકાવવા માટે સામાન્ય નાગરીકોને cVIGIL એપ્લીકેશન દ્વારા પોતાની ફરિયાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી.ઝવેરી દ્વારા ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો મોબાઇલ એપ્લીકેશનથી ફોટોગ્રાફ અને વીડિયો સ્વરૂપે ફરિયાદ કરી શકે તે માટે cVIGIL મોબાઇલ એપ્લીકેશન ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ મારફત ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

જે માટે https://eci.gov.in/cvigil/ દ્વારા એપ્લીકેશનની લીંક મેળવી શકાશે. અથવા Play store તથા app store માંથી cVIGIL, એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે.cVIGIL મોબાઇલ એપ્લીકેશન ના ઉપયોગ સંબંધે કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા cVIGIL કંટ્રોલ રૂમ ના લેન્ડલાઇન નં. ૦૨૮૨૨-૨૮૭૨૩૬ પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે આચારસહિંતા અમલીકરણ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા તથા નિયંત્રણ માટે ફરિયાદ નિયંત્રણ સેલની રચના કરવામાં આવેલ છે. જેનો ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ છે. જેની ઉપર આચારસહિંતા સંબંધી તથા ચૂંટણી ખર્ચ સંબંધી ફરિયાદ નોંધાવી શકાશે. જેની મોરબી જિલ્લાની ૬૫-મોરબી,૬૬-ટંકારા,૬૭-વાંકાનેરના ત્રણેય વિધાનસભા મતવિસ્તારના તમામ નાગરિકોને નોંઘ લેવા અનુરોધ કરાયો છે.

૨૪ કલાક કંટ્રોલ રૂમ શરૂ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સુચનાઓ તેમજ જોગવાઈઓ અન્વયે ચૂંટણીની જાહેરાત થયેથી જિલ્લા કક્ષાએ ફરીયાદ નોંધાવવા માટે ૨૪*૭ કન્ટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. મોરબી કલેકટર કચેરી ખાતના જિલ્લા કક્ષાના ફરિયાદ નિયંત્રણ સેલ (રૂમ નં.૪૪) માં રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા કર્મચારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે. અને હેલ્પલાઈન તથા ફરિયાદ નિકાલના નોડલ અધિકારી જયશ્રીબેન રાઠોડ, Helpline & Grievance Redressal અને સહાયક રાજ્ય વેરા કમિશ્નર-મોરબી (મો.૯૪૨૭૪-૫૨૩૩૩) ફરજ બજાવશે






Latest News