મોરબીમાં કૌટુંબિક ભાઈની છરીના ઘા ઝીકિને હત્યા કરનારા ભાઈની પોલીસે કરી ધરપકડ
રક્તદાન મહાદાન: મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મેડિકલ-રક્તદાન કેમ્પનું આયોજન
SHARE









રક્તદાન મહાદાન: મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મેડિકલ-રક્તદાન કેમ્પનું આયોજન
જૈન જાગૃતિ સેન્ટરને ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ સિલ્વર જ્યુબેલીના આનંદિત અસર પર સમસ્ત જૈન સમાજ માટે મોરબીમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે "બ્લડ ડોનેશન કેમ્પ"નું પણ આયોજન કરેલ છે
આ સેવાકીય કાર્ય માટે સમગ્ર મોરબીમાંથી ઇચ્છુક રક્તદાતાઓ બહોળી સંખ્યામાં જોડાય એવી અપીલ જૈન જાગૃતિ સેન્ટરના દરેક સભ્યો દ્વારા કરવામાં આવેલ છે. અને આ રક્તદાનનો સેવાકીય કાર્યક્રમ આગામી તા ૧૭/૧૦ ને રવિવારના રોજ સવારે ૮:૩૦ કલાકે "દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ", બેંક.ઓફ.બરોડા સામે, નવાડેલા રોડ ખાતે રાખેલ છે અને આ રક્તદાન કેમ્પ માટે રક્તદાતાઓ તેઓના નામની નોંધણી જીલેષ દેશી (શાંતિલાલ દલીચંદ દેશી, નહેરૂ ગેઇટ ચોક, મોરબી), નિસર્ગ શાહ (ક્લાપૂર્ણમ સ્ટોર્સ, બઝાર લાઇન, મોરબી), ભાવેશ સંઘવી (ભાવેશ ટ્રેડર્સ, સામેકાંઠે, મોરબી -૨) અને વિશાલ દોશી (રોચલ સુપર માર્કેટ, શનાળા રોડ, મોરબી) પાસે કરવી શકે છે અને જે કોરોના વેકસીનનો ડોઝ લીધા પછી ૧૪ દિવસે બ્લડ આપી શકાય છે અને કોરોના બિમારી થયા બાદ ૩૦ દિવસ પછી બ્લડ આપી શકાશે માટે તેવા જ રક્તદાતાઑ આ કેમ્પમાં રક્તદાન કરી શકશે અને વધુ માહિતી માટે ૯૮૨૫૨ ૫૯૧૮૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે
