માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રમુખ પદે પ્રભુભાઇ નાટડાની વરણી
મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !
SHARE









મોરબીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ પાસેનું એટીએમ મશીન કાયમી બંધ !
મોરબીના પરાબજાર વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચ આવેલ છે અને ત્યાં દિવસમાં ઘણા લોકો આર્થિક વ્યવહાર માટે આવતા હોય છે અને શહેરમાં ખરીદી કરવા માટે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને રૂપિયાની જરૂર હોય ત્યારે તે સામાન્ય રીતે એટીએમનો ઉપયોગ કરવા માટે જતાં હોય છે જો કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાટલે જ મોટી ખોટ હોય તેમ છેલ્લા ઘણા સમયથી પરબાઝારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ કાયમી બંધ જ હોય છે અને તેને ઢાંકીને રાખે છે જેથી કરીને લોકો તે સુવિધાનો લાભ લઈ શકતા નથી ત્યારે બેન્કના ગ્રાહકો હેરાન થઈ રહ્યા હોવાથી વહેલી તકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બહાર મૂકવામાં આવેલ એટીએમ મશીનને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
