બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે અચાનક દરબાજો ખોલતા ડબલ સવારી બાઇક ધડાકાભેર અથડાયું: પિતા-પુત્રી સારવારમાં


SHARE











મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે અચાનક દરબાજો ખોલતા ડબલ સવારી બાઇક ધડાકાભેર અથડાયું: પિતા-પુત્રી સારવારમાં

મોરબીના રવાપર ગામે નવજીવન સ્કૂલ પાછળના ભાગમાં આવેલ સરદાર-૧ સોસાયટીમાં રહેતા યુવાન તેની દીકરીને કોલેજે મુકવા માટે બાઈક ઉપર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ઉભેલ સ્કોર્પિયો ગાડીના ચાલકે અચાનક પોતાની ગાડીનો દરવાજો ખોલ્યો હતો જેથી બાઈક તેની સાથે ધડાકાભેર અથડાયું હતું જેથી યુવાનને માથાના ભાગે હેમરેજ અને ડાબા હાથની આંગળીઓમાં ફેકચર થયેલ છે તથા બાઈક ઉપર બેઠેલ તેની દીકરીને માથાના ભાગે ટાંકા આવ્યા હતા અને શરીરને મુંઢ ઇજા થયેલ હતી અને આ બનાવ બાદ ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાનની પત્નીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ નવજીવન સ્કૂલની પાછળના ભાગમાં સરદાર-૧ સોસાયટીમાં રહેતા હર્ષાબેન રમેશભાઈ કલોલા જાતે વાણંદ (૪૨)એ સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૩૬ એએલ ૯૩૩૦ ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીમાં રવાપર ચોકડીથી બાપા સીતારામ ચોક તરફ જવાના રસ્તા ઉપર આવેલ બેન્ક ઓફ બરોડા પાસે રોડ ઉપરથી તેઓના પતિ રમેશભાઈ બાબુલાલ કલોલા (૪૬) તેની દીકરી ધ્રુવી કલોલા (૧૯)ને બાઈકમાં પાછળના ભાગે બેસાડીને મોરબીના નવા બસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ કન્યા છાત્રાલય ખાતે કોલેજે મૂકવા માટે જઈ રહ્યા હતા ત્યારે સ્કોર્પિયો ગાડી રસ્તા વચ્ચે ઉભી હતી અને તેમાં બેઠેલા ડ્રાઈવરે અચાનક ગાડીનો દરવાજો ખોલતા તેની સાથે રમેશભાઈનું બાઈક ધડાકાભેર અથડાયું હતું તેના લીધે તેઓને માથામાં હેમરેજ અને ડાબા હાથની આંગળીઓમાં ફ્રેક્ચર થયું હતું તેમજ તેની દીકરી ધ્રુવીને માથામાં ટાંકા આવ્યા હતા અને શરીરે ઇજાઓ થયેલ છે આ અકસ્માત બાદ ગાડીનો ચાલક સ્થળ ઉપર જ તેનું વાહન મુકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાનની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૯ માં રહેતા જુમા અનવરભાઈ ત્રાયા (૩૨) નામના યુવાનને બજાણા ગામે મારામારીમાં ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News