મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો


SHARE









મોરબીમાંથી બોગસ ચલણી નોટો સાથે પકડાયેલ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપીને છોડી મૂકયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ બોગસ ચલણી નોટોનો ગુન્હા નોંધાયો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાને બોગસ ચલણી નોટોના કેસમાં શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવેલ છે

મોરબી સીટી એ ડીવીઝન તા.૩-૪-૨૦૧૯ ના રોજ આઈ. પી. સી. કલમ ૪૮૯ (ક), (ગ), (ઘ) મુજબની ફરિયાદ આધારે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીને મોરબીની સેન્ટમેરી સ્કુલ પાસેથી રેલ્વે ફાટક આગળથી પોતાના હવાલા વાળુ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈ પોતાના કબજામાં ભારતીય બનાવટની જાલી નોટો જેમાં ૨૦૦૦ ના દરની ૪૦ નોટ તથા ૧૦૦ દરની ૧૦૦ નોટ કુલ મળી નોટ નંગ ૧૪૦ સાથે મળી આવ્યો હતો અને ભારતીય બનાવટની નોટો બનાવવા માટે અન્ય સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાલી નોટો બનાવી પકડાય જતા ગુન્હો કરેલ હતો જેથી તેની તા ૩-૪-૨૦૧૯ ના રોજ અટક કરી હતી અને તા.૪-૪-૨૦૧૯ ના રોજ કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તા. ૨૦-૭-૧૯ ના રોજ સેસન્સ કેસ નં.૭૯/૨૦૧૯ થી સેસન્સ કેસ દાખલ થયેલ છે ત્યારબાદ સેસન્સ કોર્ટમાં કેસ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજ પી.સી. જોષી સાહેબની કોર્ટમા ચાલી જતા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ આરોપી મનિષભાઈ મંગળભાઈ દેવળીયાના તરફે એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા એડવોકેટ કુ. મેનાઝ એ.૫૨મા૨ રોકાયેલા હતા. અને બચાવ પક્ષના વકીલ મનિષ પી.ઓઝા (ગોપાલભાઈ ઓઝા) ની દલીલો માન્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સના જજએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે




Latest News