મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હોળીના તહેવારના આગમનવા ઉપલક્ષમાં રંગોત્સવમાં ગાયન અને નૃત્યનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હોળીના તહેવારના આગમનવા ઉપલક્ષમાં રંગોત્સવમાં ગાયન અને નૃત્યનો કાર્યક્રમ યોજાયો

મોરબી શહેરમાં તા.૧૭-૩ ના દિવસે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા હોળીના તહેવારના આગમન માટે સરસ રંગોત્સવ, ગાયન અને નૃત્ય સાથે રાત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બધાએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો.ક્રિષ્ન-રાધા સાથે ફૂલોની હોળી રમવામાં આવી હતી.તે સિવાય સેલ્ફૂ કોર્નરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.સેલ્ફી કોર્નરમાં તમામે પોતાના ફોટા પાડીને આ ક્ષણને યાદગાર બનાવી હતી.છેલ્લે ઇનામ વિતરણ સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.આવા કાર્યો દ્વારા મુસ્કાન પરિવાર તમામની સાથે રહીને તહેવાર ઉજ્વવા અને હળીમળીને રહેવાનો સંદેશ આપે છે.આવી ઉત્તમ પ્રવૃતિઓ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વારંવાર કરવામાં આવે છે.

તેમજ મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તા.૧૮-૩ ના દિવસે વધુ એક ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતુ.જેનો ઉદ્દેશ જરૂરીયાતમંદ પરીવારોના ભૂલકાઓના મોં ઉપર સ્મિત લાવવાનું હતું.આ દિવસે આ સંસ્થા દ્વારા તેમના સદસ્યના દાદાની પુણ્યતિથિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય શાળાના ૬૦ નાના ભૂલકાઓને એકઝામ પેડ,  પિચકારી અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમ મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સંચાલકો પાસેથી જાણવા મળેલ છે.




Latest News