મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મૂળ છત્તીસગઢનો રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામે બાપાસીતારામ વાળી શેરીમાં ઓરડીમાં રહેતા યુવાન માનસિક અસ્થિર થઈ ગયો હતો અને તેને પોતે પોતાની જાતે નાયલોનની મજબૂત પટ્ટી વડે લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ બનાવની મુતકના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છત્તીસગઢનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રફાળેશ્વર ગામે બાપાસીતારામ વાળી શેરીમાં જયશ્રીબેન પોપટભાઈ સોલંકીની ઓરણીમાં રહેતા ઈરીક ઇલપીન ખાખા જાતે ખ્રિસ્તી (૨૦) નામના યુવાને લીમડાના ઝાડ સાથે નાયલોનની મજબૂત પટ્ટી બાંધીને ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી આપઘાત કરી લેનારા યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પરિવારજન અમોશ અલેક્સીપુસ બરા જાતે ખ્રિસ્તી (૩૫) રહે. હાલ રફાળેશ્વર મૂળ રહે છત્તીસગઢ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મૃતકના પરિવારજન પાસેથી મળતી વિગત પ્રમાણે છેલ્લા ત્રણ ચાર દિવસથી મગજની કોઈ પણ પ્રકારની માનસિક બીમારી થઈ જતા માનસિક બીમારીના કારણે માનસિક અસ્થિર થઈ જતા આ યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની મોરબી તાલુકો પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના કુલીનગરમાં રહેતા ફારૂક સુલતાન જામ (૨૮) નામના યુવાનને ઉજાલા ડેરી પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ટોલનાકા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે વાહન અકસ્માતમાં બનાવમાં સોકાત અલીયાસખાન (૩૫) નામના યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News