ધારાસભ્યની જહેમત રંગ લાવી: વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર મંજૂર મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ મોરબીના ઘૂટું ગામ પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ મોરબીના સનાળા રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મોત એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ ! મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે શખ્સ ઝડપાયા મોરબીમાં શાળાઓ શરૂ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના કવાર્ટરમાં પાણી ગરમ કરવાના હીટરથી શૉટ લાગ્યા મહિલાનું મોત


SHARE

















મોરબી નજીક કારખાના કવાર્ટરમાં પાણી ગરમ કરવાના હીટરથી શૉટ લાગ્યા મહિલાનું મોત

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં પાણી ગરમ કરવાના હીટરથી પાણી ગરમ કરતા સમયે મહિલાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ઓરેન્ટો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા ને ત્યાં મજૂરી કામ કરતા અમુલાબેન કૈલાશભાઈ પાંભર જાતે આદિવાસી (૧૮) નામની મહિલા લેબર કવાર્ટરમાં હતી ત્યારે પાણી ગરમ કરવાના હીટરથી પાણી ગરમ કરતા સમયે તેના ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

હાર્ટ એટેકથી મોત

મૂળ ઓડિશાના સુંદરગઢનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ઢુવા ચોકડી પાસે આવેલ લેન્ડ ડેકોર સિરામિક કારખાનાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સચિનકુમાર બુધ્ધુરામ સીકુ (૩૪) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં હાર્ટ અટેકથી તેનું મોત થયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બંનેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ અંગેની વધુ તપાસ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા ઘાંચી દાઉદભાઈ ઉંમરભાઈ (૬૪) નામના વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડીવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News