બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક સરકારી ખરબાને ખેડતા પિતા-પુત્ર ઉપર ધારિયા-પાઇપ વડે હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ


SHARE











મોરબી નજીક સરકારી ખરબાને ખેડતા પિતા-પુત્ર ઉપર ધારિયા-પાઇપ વડે હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં ઇરીગેશનની ખરાબાની જમીન આવેલ છે જેને ૩૦ વર્ષથી વૃદ્ધ ખેડતા આવે છે અને તે જમીનની બાજુમાં જેની જમીન આવેલ છે તેને ૧૫ દિવસ પહેલા જમીન ખેડવાની વૃદ્ધને ના પાડી હતી તેમ છતાં વૃદ્ધ તેના દીકરા સાથે જમીન ખેડવા માટે જતા આરોપીઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેના ઉપર લોખંડના ધારિયા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પિતા-પુત્રને માર મારવામાં આવ્યો હતો જેથી વૃદ્ધે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધરે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુળનગર રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા નવઘણભાઈ કુકાભાઈ સુરેલા જાતે કોળી (૫૮)એ થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૈયાભાઈ રણછોડભાઈ કોળીસુખાભાઈ રણછોડભાઈ કોળીમંગાભાઈ રણછોડભાઈ કોળી અને કલ્પેશભાઈ રણછોડભાઈ કોળી રહે. બધા અદેપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કેમકનસર ગામની સીમમાં માટેલિયા પટ નામથી ઓળખાતી ઈરીગેશન વિભાગની સરકારી ખરાબાની જમીન છેલ્લા ૩૦ વર્ષથી તેઓ ખેડતા હોય છે અને તે જમીનની બાજુમાં આરોપીઓની જમીન આવેલ છે જેથી ૧૫ દિવસ પહેલા આરોપીઓએ આ જમીન ખેડવાની ના પાડેલ હતી પરંતુ ફરિયાદી છેલ્લા ૩૦ વર્ષથી ત્યાં વાવતા હોય તે તેના દીકરા નરેશ સાથે ત્યાં ખેડવા માટે ગયા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા મૈયાભાઈ કોળીએ લોખંડના ધારિયા વડે તેઓ ઉપર હુમલો કરી ડાબા પગના નળાના ભાગે ઇજા કરી હતી તેમજ મંગાભાઈએ લોખંડના પાઇપ વડે બંને પગમાં સાથળના ભાગે માર મારીને ઇજા કરેલ છે અને સુખાભાઈ તથા કલ્પેશભાઈએ ફરિયાદીના દીકરા નરેશને બંને પગમાં લાકડી અને પાઇપ વડે માર મારીને શરીરે ઇજાઓ કરી હતી અને ગાળો આપી હતી જેથી ઇજા પામેલા પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં પોલીસે સંજય ઉર્ફે મયુર રણછોડભાઈ કગથરા (૩૯), સુખદેવ ઉર્ફે સુખો રણછોડભાઈ કગથરા (૩૦), અજય ઉર્ફે મયો રણછોડભાઈ કગથરા (૨૭) અને અલ્પેશ ઉર્ફે બુઢો રણછોડભાઈ કગથરા (૨૭) રહે. બધા અદેપર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીના ગાળા ગામ પાસે આવેલ ફ્યુઅર કંપનીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતા રાહુલ સી. પટેલ (૨૬) નામના યુવાનને યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News