બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કાનખજૂરો કરડી જતા અર્ધબેભાન હાલતમાં મહિલા સારવારમાં


SHARE











મોરબીમાં કાનખજૂરો કરડી જતા અર્ધબેભાન હાલતમાં મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડીમાં રહેતા મહિલા તેના ઘરે હતા ત્યારે તેને કાનખજૂરો કરડી જતા અર્ધબેભાન હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી સામાકાંઠે સોઓરડીમાં રહેતા જમનાબેન જેઠાભાઇ સોલંકી (૪૫) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં તેને કાનખજૂરો કરી ગયો હતો જેથી કરીને તે મહિલાને અર્ધબેભાન હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપણે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવેલ છે

યુવાન સારવારમાં

મોરબી નજીકના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા વિપુલભાઈ કલાભાઈ શેખાણી (૨૨) નામના યુવાનને તેના ઘર પાસેના વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના માનગઢ ગામે બ્રાહ્મણ શેરીમાં રહેતા રતિલાલ હરજીવનભાઈ પટેલ (૪૪) નામનો યુવાન બાઇક લઈને વાડીએ જતો હતો ત્યારે રસ્તામાં બાઇક ઉપરથી પડી જતાં અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં રતિલાલને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરી છે






Latest News