હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સેન્ટ મેરી સ્કૂલ નજીક ટ્રક સાથે બાઈક અથડાતા અકસ્માત એક વ્યક્તિ સારવારમાં


SHARE













મોરબીમાં સેન્ટ મેરી સ્કૂલ નજીક ટ્રક સાથે બાઈક અથડાતા અકસ્માત એક વ્યક્તિ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે બાઈક ટ્રક સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં રહેતા રામપ્રતાપસિંહ સંતોષકુમારસિંહ રાજપૂત નામના વ્યક્તિ બાઈક લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં રામપ્રતાપસિંહને ડાબા પગમાં ઈજા થયેલ હોવાથી તેના સાળા પૃથ્વીસિંહ તોમર તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં બાદરગઢ ગામ નજીક ટ્રક ઉભો રાખીને તાલપત્રી બાંધતા રફીકભાઈ ઇમામભાઇ (૨૨) નામનો યુવાન ટ્રક ઉપરથી નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે

મહિલા સારવારમાં

ધ્રોલના હજામચોરા ગામે રહેતા નિર્મળાબેન ધરમશીભાઈ રાસમીયા (૬૦) કપડાં ધોઈને ઘર તરફ જતા હતા ત્યારે ગામના પાદર પાસે બાઈક વાળાએ તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News