મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે મારામારી: મહિલા સહિત ચાર વ્યક્તિઓ સારવારમાં


SHARE









મોરબીના ચકમપર ગામે મારામારી: મહિલા સહિત ચાર વ્યક્તિઓ સારવારમાં

મોરબી તાલુકાના ચકમપર ગામે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને ઇજાઓ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જે મારા બનાવમાં રશ્મિબેન મેરૂભાઈ ઝિંઝવાડીયા (૪૦), મેરૂભાઈ ભીખાભાઈ ઝિંઝવાડીયા (૪૦), સંજયભાઈ ગોરધનભાઈ ઝિંઝવાડીયા (૩૨) અને સંજયભાઈ પોપટભાઈ બાવળીયા (૩૦) રહે. ચારેય ચકમપર વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

દવા પી ગઈ
મોરબીના ઘુટુ પાસે આવેલ રામપાર્કમાં રહેતા વંદનાબેન સંદીપભાઈ સિંધવ (૩૧) નામની મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે પારિવારિક ઝઘડાના લીધે દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જશપાલસિંહ ચલાવી રહ્યા છે

વાહન અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના હરીપર (ભૂતકોટડા) ગામના વતની ભાવિકભાઈ જસમતભાઈ ભાગીયા નામના ૩૧ વર્ષના યુવાનને હરીપર ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદ તાલુકાના ધુળકોટ ગામે રહેતા કાંતાબેન બાબુભાઈ કોળી નામના ૪૮ વર્ષીય મહિલાને ધુળકોટ ગામે આવેલા નાલા પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ડાબા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મારામારીમા ઈજા થતાં સારવારમાં
હળવદ તાલુકાના ચરાડવા ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ચરાડવાના રહેવાસી યોગેશભાઈ ઘનુભાઈ સોનગ્રા નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News