ઇન્ટરનેશનલ ઉધોગનો અસ્તિત્વ માટે જંગઃ મોરબીની સિરામિક પ્રોડકટ 20 દિવસમાં થઇ કેટલી મોંઘી ?
વાંકાનેરના ધીયાવડ ગામે જુગારની રેડ: મહિલા સહિત રાજકોટના સાત અને વાડીનો માલિક ઝડપાયા
SHARE









વાંકાનેરના ધીયાવડ ગામે જુગારની રેડ: મહિલા સહિત રાજકોટના સાત અને વાડીનો માલિક ઝડપાયા
વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે ઉગમણી સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકકીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીના માલિક હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ તેમજ રાજકોટની મહિલા સહિત કુલ આઠ વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૯,પ૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે ઉગમણી સીમમાં આવેલ હકાભાઇ લીંબાભાઇ ચૌહાણની વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકકીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ જાતે કોળી ઉ.૩ર રહે ધિયાવડ, અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા જાતે દરબાર ઉ.પ૦, જીજ્ઞેશભાઇ ખીમજીભાઇ વાવડીયા જાતે કોળી ઉ.ર૭, અજયભાઇ મનસુખભાઇ સોંલકી જાતે કોળી ઉ.રપ, નીલેશભાઇ જગદીશભાઇ દાણીધારીયા જાતે બાવાજી ઉ.૨૮, રાજુભાઇ ગોબરભાઇ ખસીયા જાતે કોળી ઉ.૪પ, ચીરાગભાઇ દીલીપભાઇ વ્યાસ જાતે બ્રાહ્મણ ઉ.૩૯ અને ભકિતબેન જેન્તીલાલ રાજગોર જાતે બ્રાહમણ ઉ.૪૭ રહે, તમામ રાજકોટ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૪૯,પ૦૦ ના મુદામાલ સાથે જુગારીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે
